સોશિયલ મીડિયાથી થયું સત્કર્મ: સુરતના મહેશ ભુવાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મદદથી આપવી આટલા કરોડની સહાય….

ગુજરાતના સુરત શહેરમાંથી ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરાંત અંદાજે 25 થી વધારે ગ્રુપની સર્જનાત્મક મુહિમ થી રમેશ ભૂવાએ લોકોને મદદ કરવા માટે નિસ્વાર્થ ભાવે અત્યાર સુધી માં 17 મદદ ની પોસ્ટ મૂકી ને અંદાજે રૂપિયા 1,53,00,000/- રકમ એકઠી કરી છે.

તાજેતરમાં ગોંડલમાં એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 2 પરિવારના કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા અને સદનસીબે 3 દીકરીઓ બચી ગઈ હતી. આ દીકરીઓને મદદ કરવા માટે શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ફેસબુક પેજ ની અપીલ અને પ્રિન્ટમીડિયા ની નોંધ ની મદદથી આ દીકરીઓના બઁક અકાઉન્ટ માં 20,11,000 રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત તેમને ઘર પર 72000 રૂપિયા રોકડા મળ્યા હતા અને નોંધારી બનેલ બંસીબેન, જેનીબેન અને દ્રષ્ટિબેન એમ ત્રણેય દીકરીઓનાં નામે 11 લાખ 11 લાખ ની એફડી કરવાનું નક્કી કરાયું હતું.

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ફેસબુક પેજ ઓપરેટિંગ કરતા શ્રી મહેશભાઈ ભુવા એ માનવતાવાદી સત્કર્મનું ઉત્તમ ઉદાહરણ છે. સોશિયલ મીડિયા નો ઉપયોગ આટલી સારી રીતે ઉપકારી પણ થઈ શકે તે આ બાબત ઉપર થી જ ખ્યાલ આવે છે. તેઓ સમાજ નું તો પેજ ચલાવે જ છે ઉપરાંત પણ બીજા અનેક સમાજને ફાયદો અને માહિતી મળે તે આશયથી અનેક પ્રકારની સચોટ અને સાચી માહિતી વિગતવાર આપતા રહે છે.

ગુજરાતમાં વસતા બધા જ સમાજ ના લોકો માટે નો હેલ્પલાઇન નંબર +91 9712373352 પણ છે. જે પણ મિત્રો, વડીલો કે વિદ્યાર્થીઓ કોઈક માહિતી વિષે પૃચ્છા કરે તો શક્ય એટલી ઝડપ થી સચોટ વિગતવાર માહિતી મેળવી સામેથી ફોન કરીને માહિતી આપતા રહે છે.

Scroll to Top