કેટલાક રાજ્યોના બજેટ કરતા પણ વધુ છે સિંધિયા પરિવારની સંપત્તિ, અંબાણી-અદાણી ને પણ રાખી દે છે પાછળ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઉઠે છે કે તેમની પાસે કેટલી મિલકત છે. આ પ્રશ્ન જેટલો સરળ છે તેટલો જ જવાબ વધુ અઘરો છે. 1957 થી અત્યાર સુધી, સિંધિયા પરિવારના ઉમેદવારો દ્વારા જાહેરમાં બતાવેલી સંપત્તિની રકમ તેની સંપત્તિના આંકડા કરતા ઘણી ઓછી છે.

સિંધિયા પરિવારની સંપત્તિ 400 અબજ રૂપિયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે ચૂંટણી માટે અરજી કરી હતી ત્યારે તેમણે પોતાની સંપત્તિ 2 અબજથી વધુ હોવાનું જાહેર કર્યું હતું, જોકે સિંધિયા પરિવારની જે મિલકતો અંગે અનેક કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, તેમની અંદાજિત કિંમત લગભગ 40 હજાર કરોડ એટલે કે 400 અબજ રૂપિયા છે.

સિંધિયા પરિવારનો પ્રોપર્ટી વિવાદ ઘણો જૂનો છે. તેની શરૂઆત રાજમાતા વિજયરાજે સિંધિયાના સમયથી થઈ હતી. વાસ્તવમાં આ મામલો રાજમાતાની બે વસિયત વચ્ચે અટવાયેલો છે. રાજમાતાએ તેમના વિલમાં પુત્ર માધવરાવ સિંધિયા અને પૌત્ર જ્યોતિરાદિત્યને મિલકતમાંથી કાઢી મૂક્યા હતા.

રાજમાતાએ તેમની મિલકતનો એક ભાગ તેમની ત્રણ પુત્રીઓ- ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજેને આપ્યો હતો. જ્યાં સુધી માધવરાવ જીવતા હતા ત્યાં સુધી તેઓ આ કેસ કોર્ટમાં લડતા રહ્યા. તેમના ગયા પછી જ્યોતિરાદિત્ય હવે એ જ લડાઈ લડી રહ્યા છે. બીજી તરફ, જ્યોતિરાદિત્યની ત્રણ ફઈઓ પણ મિલકત પર પોતાનો દાવો કરવા માટે લડી રહી છે.

આ મામલો ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા ઓછી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની ત્રણ ફઈ ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજે સિંધિયા તેમની મિલકત પરનો અધિકાર છોડવાની સ્થિતિમાં નથી. જ્યોતિરાદિત્ય પણ તેમની મિલકત લેવાથી પાછળ હટવાના નથી.

Scroll to Top