WhatsApp એ પણ પોતાના યુઝર્સ એ ફીચર્સ આપી દીધું છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપએ UPI પેમેન્ટ ફીચર્સ ઉપલબ્ધ કરાવી દીધુ છે. હાલમાં આ ફીચર બીટા વર્ઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
?WhatsApp Payments screenshots for the setup — thanks @nagenderraos pic.twitter.com/oqPiIMWnra
— WABetaInfo (@WABetaInfo) February 8, 2018
વોટ્સએપના ઘણા બીટા યુઝર્સને UPI પેમેન્ટનું ઓપ્શન મળી ગયું છે. જો તમારે WhatsApp બીટા વર્ઝન V2.18.5 કરેલું અપડેટ કરેલું હોય તો આ ફીચર એક્ટિવ કરી શકો છો.
હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.51 પર મળી રહ્યું છે. ઘણા યુઝર્સે પેમેન્ટ ઓપ્શનના સ્કીનશોટ પણ શેર કર્યા છે. જ્યારે iOS યુઝર્સને પેમેન્ટનું અપડેટ V2.18.21 પર મળી રહ્યું છે.