“જય માં ખોડલ” આ મંદિરના પરિસરના કૂવાનું પાણી પીવાથી જીવનભર પેટના રોગ થઈ જાય છે દૂર..

ગુજરાત રાજ્યમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો અને સ્થાનકો છે. દરેક મંદિર કોઈ રહસ્ય કે ઇતિહાસ સાથે જોડાયેલ હોય છે અને ઘણા મંદિરોમાં તો ચમત્કાર પણ થતા જોવા મળે છે. આથી પ્રભાવિત થઈને ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન કરવા માટે દુરદુરથી આવતા હોય છે અને ભગવાન ના આશીર્વાદ મેળવીને તકલીફો દૂર કરતાં હોય છે.

ગુજરાતમાં પણ એક જગ્યાએ આવું જ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જેમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે અને મંદિરે આવીને તેમના જીવનને ધન્ય બનાવતા હોય છે. આજે અમે ગુજરાત ના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લખતર તાલુકાના દેવરિયા ગામમાં આવેલ ચારસો વર્ષ જૂનું ખોડીયાર માતાજી ના મંદિર વિશે જણાવવાના છીએ. અહી એક ચમત્કારિક કૂવો આવેલો છે એનું નામ સાણ કૂવો છે. આ કુવાની એવી માન્યતા છે કે આ કુવા નું એક વાર પાણી પીવાથી  પેટના ધણા બધા રોગો મટી જાય છે. આ કૂવાનું પાણી સ્વાદમાં થોડું ખારું હોય છે.

આ કૂવાના ચમત્કાર વિષે એવું કહેવાય છે કે જે લોકો આ ચમત્કારિક કૂવાનું પાણી પીવે તેમના શરીરમાંથી બધી જ બીમારીઓ દૂર થઇ જતી હોય છે. આ કારણોસર ખોડિયાર માતાજીના આ મંદિરમાં ભક્તો ચમત્કારિક કૂવાનું પાણી પીવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે માનતા પણ રાખતા હોય છે.

અતૂટ શ્રધ્ધા ધરાવતા ભક્તો અહી ખરા દિલથી માતાજીની પૂજા અને ભક્તિ કરતાં હોય છે. માતાજી પણ તેના ભકતોથી પ્રસન્ન થઈને તેના પર આશીર્વાદ વરસાવે છે અને તેની તમામ તકલીફ દૂર કરે છે. આથી મંદિર માં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. લોકો ભક્તિના રંગમાં રંગાઈને જીવન ની સાચી રાહ મેળવતા હોય છે.

Scroll to Top