પેટ્રોલની મૂળ કિંમત 42રૂપિયા અને ડીઝલની 38 રૂ., સરકાર કરી રહી છે હજારો કરોડની કમાણી

દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા. તે 39 પૈસા મોંઘું થઈને પ્રતિ લિટર રૂ. 80.38 થયું હતું. બીજી બાજુ ડીઝલ પણ 44 પૈસા મોંઘું થયું. તેનો ભાવ વિક્રમી 72.51 પ્રતિ લિટર રહ્યો. અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 79.52 થયો છે.

પેટ્રોલની મૂળ કિંમત 42 થવા જાય છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને થઈ પ્રતિ લિટર રૂપિયા 38નો કર વસૂલે છે. ગુજરાત સરકાર આ રીતે મહિને એક હજાર કરોડ રૂપિયા કમાય છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 88 રૂપિયા પ્રતિ લિટર નજીક પહોંચી ગયા છે.

તેલનો ખેલ કોનો સાથ કોનો વિકાસ ?

શનિવારે મુંબઈમાં પેટ્રોલ 38 પૈસા મોંઘું થયું. તેનો ભાવ 87.77 રૂપિયા લિટર રહ્યો. ડીઝલ 47 પૈસાના વધારા સાથે 76.98 રૂપિયા પ્રતિ લિટર થયું. દિલ્હીમાં ઈંધણ પર વેટ ઓછો છે. આથી ચાર મેટ્રોમાં દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સૌથી ઓછા છે, જ્યારે મુંબઈમાં ભાવ સૌથી વધુ છે.

ઓગસ્ટ મધ્ય બાદથી પેટ્રોલ 3.24 રૂપિયા અને ડીઝલ 3.74 રૂપિયા મોંઘા થયા છે. તે ગયા વર્ષે જૂનમાં ઈંધણના ભાવમાં રોજ ફેરફારની વ્યવસ્થા શરૂ થયા બાદ કોઈ પણ પખવાડિયામાં થયેલો સૌથી વધુ વધારો છે. પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં અંદાજે 50 ટકા યોગદાન કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનું હોય છે.

પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં નહીં હોવાથી 15,000 કરોડનું નુકસાન : ધર્મેન્દ્ર પ્રધાન

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુજબ હવે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવું જરૂરી થઈ ગયું છે. અત્યારે આ બંને ઈંધણને જીએસટી બહાર રાખવાથી દેશે અંદાજે 15,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડે છે. આ બંનેને જીએસટીમાં લાવવામાં આવે તો તે ગ્રાહકોની સાથે બધાના હિતમાં હશે.

 

કોંગ્રેસનું સોમવારે ભારત બંધ, વેપારી ભાગ નહીં લે : કેટ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યો છે. કોંગ્રેસે સોમવારે (10 સપ્ટેમ્બરે) ભારત બંધની હાકલ કરી છે. જોકે, કોંગ્રેસના આ બંધમાં નાના વેપારીઓ નહીં જોડાય. નાના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ શનિવારે કહ્યું કે કેટે 28મી સપ્ટેમ્બરે વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદા અને રિટેલ વેપારમાં વિદેશી રોકાણ વિરુદ્ધ ભારત બંધની જાહેરાત કરી છે.

આ રીતે થાય છે પેટ્રોલ-ડીઝલની કમાણીની વહેંચણી

પેટ્રોલ

42.00 રૂપિયા પ્રતિ લિટર મૂળ કિંમત

19.48 રૂપિયા કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી

15.00 રૂપિયા ગુજરાતનો 28% વેટ

3.04 રૂ. પ્રતિ લિટર ડીલર કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર

ડીઝલ

~77.80 ભાવ
~40.28 મૂ.કિ.
~19.48 ડ્યૂટી
~15.00 વેટ
~3.04 અન્ય કર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top