“ૐ શાંતિ” ક્રાઇમ પેટ્રોલ જોઈને રાજકોટમાં 10 વર્ષની બાળકીએ ખાધો ગળાફાંસો, મૃતકની બહેનનું નિવેદન….

આજકાલ આત્મહત્યા જેવા બનવાના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. ગુજરાતનાં રાજકોટ શહેરમાં 10 વર્ષની એક બાળકી કે જે ધોરણ 5 માં અભ્યાસ કરે છે, તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો. તેની પિતરાઇ બહેને જણાવ્યું હતું કે તેણી ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જોતી હતી, એમાંથી કદાચ આપઘાત કરવાનું શીખી હશે.

જ્યારે માતા-પિતા બહાર કોઈ પ્રસંગે જમવા ગયાં એ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી. બાળકીએ પ્રથમ સોફા પર ઊભા રહી આત્મહત્યા કરવા કોશિશ કરી હતી, પરંતુ એમાં જીવ ગયો ન હતો. તો તેણે પલંગ પર ખુરશી મૂકી હૂક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મૃતક બાળકીની બહેને જણાવ્યું હતું કે નાની બહેનને ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જોવાની ટેવ હતી. આ જોઈને પણ તે કદાચ આપઘાત કરવાનું શીખી હોય. હાલમાં તો આ પરિવાર બાળકીના આપઘાતથી સ્તબ્ધ થઇ ગયો છે. બાળકીના પિતા કડિયાકામની મજૂરી કરે છે. તેઓ જ્યારે લગ્ન પસંગે બહાર જમવા ગયા ત્યારે આ ઘટના બની હતી. પરિવારના સભ્યોએ પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખોલતાં પાછળના ભાગે જઈ બારીમાંથી જોતાં પુત્રી લટકતી જોવા મળી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Scroll to Top