દક્ષિણપંથી બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુજરાતના સુરતમાં એક રેસ્ટોરન્ટમાં આયોજિત ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નું મોટું બેનર ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી. બજરંગ દળના એક વરિષ્ઠ કાર્યકર્તાએ આ માહિતી આપી અને દાવો કર્યો કે રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. રીંગરોડ વિસ્તારમાં રેસ્ટોરન્ટની બિલ્ડીંગની ઉપર લાગેલા બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
Gujarat | Bajrang Dal activists on Monday took down and set on fire a huge flex banner announcing ‘Pakistani food festival’ to be organised at a restaurant in Surat amid chants of ‘Jai Shri Ram’ and ‘Har Har Mahadev’ pic.twitter.com/ZR5cCs3pQh
— ANI (@ANI) December 13, 2021
આ ફેસ્ટિવલ 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ ખાતે યોજાવાનો હતો. બજરંગ દળના દક્ષિણ ગુજરાત એકમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ બિલ્ડીંગ પરથી બેનર ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી કારણ કે તેઓ કાર્યક્રમની વિરુદ્ધ હતા. તેઓએ જણાવ્યું કે “અમે સુનિશ્ચિત કર્યું છે કે રેસ્ટોરાંમાં આવી ઉજવણીનું આયોજન ન થાય. આવા ઉત્સવનું આયોજન સાંખી લેવામાં આવશે નહીં. રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.”
સુગર એન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટ્સના સંદીપ દાવરે, જે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ નું સંચાલન કરે છે. જણાવ્યું હતું કે તેઓ મુગલાઈ ભોજન પીરસવાનું ચાલુ રાખશે અને કાર્યક્રમમાંથી “પાકિસ્તાની” શબ્દ હટાવી દેશે કારણ કે તેનાથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ અંગે કોઈ પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી.