બાળકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવવાનો આરોપ, વડોદરામાં મિશનરીઝ ઓફ ચેરિટી ચિલ્ડ્રન હોમ સામે નોંધાઈ FIR….

ગુજરાતમાં ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ સામે ત્યાં રહેતી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે છોકરીઓને ક્રોસ પહેરાવીને અને તેમને પાઠ માટે બાઇબલ આપીને કથિત રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સોમવારે આ જાણકારી આપી.

મકરપુરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લા સામાજિક સુરક્ષા કચેરીના ઈન્ચાર્જ મયંક ત્રિવેદીની ફરિયાદના આધારે રવિવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન હોમમાં રહેતી હિંદુ છોકરીઓને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એફઆઈઆર જણાવે છે કે મેનેજમેન્ટે ધર્માંતરણ કરવાના પ્રયાસના હેતુથી છોકરીઓને પાઠ કરવા માટે સ્ટોરરૂમ ટેબલ પર બાઇબલ મૂક્યું હતું

અધિકારીએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન સંબંધિત ગુજરાત સ્વતંત્રતા અધિનિયમની કલમ 3 અને 4 કોઈપણ વ્યક્તિને પ્રલોભન અથવા છેતરપિંડી દ્વારા ધર્મમાં ફેરવવાનો પ્રયાસ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (IPC) સંબંધિત છે અને 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત) નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે કથિત ઘટનાઓ આ વર્ષે 10 ફેબ્રુઆરીથી 9 ડિસેમ્બરની વચ્ચે બની હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Scroll to Top