બુલેટ પર સવાર થઈ ને વહુરાણી ગોતી રહ્યો હતો ભૂરો, પોલીસ ના હાથ માં વિડિયો આવી જતાં ઘરે મોકલ્યો આટલા હજાર નો મેમો

ઉત્તરપ્રદેશ ના કાનપુર ના રહેવાસી એક છોકરા ને બુલેટ પર દુલ્હન ગોતવી ભારે પડી ગઈ. હકીકત માં વાત એવી છે કે હાલ માં બુલેટ ચલાવતા એક છોકરા નો વિડિયો સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રાખ્યો છે જેમાં તે રસ્તા પર હેલમેટ પહેર્યા વિના ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ગાડી ચલાવતા ચલાવતા બૉલીવુડ નું એક ગીત પણ ડોલતો ડોલતો ગાઈ રહ્યો છે.

મજેદાર વાત એ છે કે આા વિડિયો કાનપુર પોલીસ ના હાથ માં આવતા જ તેમણે તરત બધા નિયમો ના ઉલ્લંઘન કરવા બદલ યુવક ના ઘરે 14 હજાર નો મેમો મોકલી દીધો હતો. વિડિયો માં જોઈ શકાય છે કે તે બાદ માં માફી પણ માંગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ શખ્સ નું નામ ખાલીદ પઠાણ છે અને તે કાનપુર નો રહેવાસી છે. તેણે માફી માંગતા જણાવ્યું કે હવે હું બાઇક પર વિડિયો નહીં બનવું અને બનાવીશ તો પણ હેલમેટ પહેરી ને બનાવીશ.

Scroll to Top