આ વખતે કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવારના એપિસોડમાં રેપર બાદશાહ અને નેહા કક્કર મહેમાનો હશે. હોસ્ટ અમિતાભ બચ્ચને તેમના મહેમાનો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન બાદશાહે એ પણ જણાવ્યું કે શા માટે તેણે પોતાનું નામ આદિત્ય પ્રતિકથી બદલીને બાદશાહ રાખ્યું. તેણે કહ્યું કે અગાઉ તેણે પોતાનું નામ ‘કૂલ ઈક્વલ’ રાખ્યું હતું જે ઘણું અજીબ હતું. બાદમાં તે બાદશાહ બની ગયો. આ નામ રાખવા પાછળ શું પ્રેરણા હતી તે પણ જણાવ્યું.
આ વખતે નેહા કક્કર અને રેપર બાદશાહ KBC 13 ના અદભૂત શુક્રવારના એપિસોડમાં રંગ જમાવશે. બંનેની એન્ટ્રી ગીત ગાતી વખતે થાય છે. પ્રતિક અને નેહાએ ‘ગર્લ બ્યુટીફુલ’ ગીત ગાયું છે. આ પછી અમિતાભ બચ્ચન બાદશાહને પૂછે છે કે તમારું નામ આદિત્ય પ્રતીક સિંહ પરથી બાદશાહ કેવી રીતે પડ્યું? બાદશાહ કહે છે, પહેલા મારું નામ ‘કૂલ ઈક્વલ’ હતું જે થોડું અજીબ હતું.
બાદશાહે જણાવ્યું કે જ્યારે તે સ્ટેજ માટે નામ શોધી રહ્યો હતો, તે જ સમયે શાહરૂખ ખાનની ફિલ્મ ‘બાદશાહ’ આવી. હું તેનો મોટો ફેન છું. ત્યાંથી તેણે આ નામ લીધું. એમાં બહુ મહેનત ન પડી. તેના પર અમિતાભ બચ્ચન પૂછે છે કે, જો હું રેપર હોત તો મારું નામ શું રાખત? આના પર બાદશાહ એ જવાબ આપ્યો કે “એબી બેબી”. આના પર બિગ બી કહે છે કે અમારા માટે કોઈ સારું નામ પસંદ કરો. બાદશાહે જવાબ આપ્યો કે સર અમિતાભ બચ્ચનથી મોટું કોઈ નામ નથી.
View this post on Instagram
મજા ત્યારે આવે છે જ્યારે બાદશાહ અમિતાભ બચ્ચનને કહે છે કે તમારે રેપસોંગ નું કામ કરવું પડશે. તે બિગ બીને ગીતના બોલ આપે છે કે “સડકો પે ચલે જબ બોય્ઝ કે દિલ મેં તુ આગ લગા દે બેબી ફાયર.” અમિતાભ બચ્ચન એ જ લયમાં ‘જજજજ’ કરે છે. આ પછી અમિતાભ બચ્ચન પણ બાદશાહ સાથે ગીત ગાય છે.