નાગપુરના એક વૃદ્ધ માત્ર 20 રૂપિયામાં સાઇકલ પર પૌઆ, ચણા અને ચેવડો વેચતાનો એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જયંતિભાઈ નામના આ 70 વર્ષના વૃદ્ધ નાગપુરના ગાંધીબાગ અને ઈટવારીની ગલીઓમાં સાંજે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધી નાસ્તો વેંચે છે. આ વીડિયોને બ્લોગર અભિનવ જેસવાણી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ વ્યક્તિ પોતાની સાઈકલ લઈને રસ્તા પર ચાલી રહ્યો છે. પૌઆ, ચણા અને ચેવડો બનાવવા માટેની તમામ સામગ્રી સાથે સાયકલની પાછળ એક નાની ટોપલી બાંધવામાં આવી છે. તેઓ સમાચારના પેપરમાં ભાત નાખીને લોકોને નાસ્તાની પ્લેટ આપે છે. આ થાળીમાં તમે તેમને ચેવડો, ચણાની સાથે ગ્રેવી નાખતા તમે જોઈ શકો છો. વીડિયોના અંતમાં તેમની પ્યારી સ્માઈલ નિશ્વિત પણે તમારું હૃદયસ્પર્શી જશે.
View this post on Instagram
પૌઆ વેચ્યા બાદ તે મહાજનવાડી જાય છે જ્યાં તે સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. પોતાના રોજીંદા ખર્ચા અને દવાના ખર્ચને પહોંચી વળવા તે પૌઆ પણ વેચે છે.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “70 વર્ષના જયંતિ ભાઈ માત્ર 20 રૂપિયામાં અદ્ભુત પૌઆ ચણા ચેવડા વેચે છે. તે ગાંધીબાગ અને ઈટવારીની ગલીઓમાં સાંજે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધી વેચે છે. ત્યાર બાદ તે મહાજનવાડીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે પોતાની ફરજ બજાવે છે.