સામાન્ય રીતે ભારતીય લગ્નોમાં પરંપરાગત વિધિઓની ઝલક જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ઘણો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે જોવા મળે છે તે સામાન્ય રીતે ભારતીય લગ્નોમાં જોવા મળતું નથી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નના મંડપમાં વર-કન્યા એકબીજાને કિસ (KISS) કરી રહ્યાં છે.
વર-કન્યાનું આ વર્તન જોઈને લગ્નમાં આવેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં જોવા મળે છે કે આ નવવિવાહિત કપલ એકબીજાને થોડો સમય કિસ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહ પૂરો થતાં આ ઘટના બની હતી. આ દરમિયાન વર-કન્યાને જોઈને બધા દંગ રહી ગયા હતા.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું કે ‘હે રબ્બા’. અન્ય યુઝર વરરાજાને તરસ્યો હોવાનું કહી રહ્યા છે. અન્ય ઘણા યુઝર્સ વર-કન્યાના આ કામની ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં, વાયરલ થયેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વર-કન્યાએ લગ્ન કર્યા છે અને તેઓ લગ્ન પછીની મુખ્ય વિધિઓ કરી રહ્યા છે. આ ફની વિડિયોમાં દુલ્હન અને વરરાજા ધાર્મિક વિધિઓ અનુસાર બેસીને એકબીજાને Kiss કરવા લાગે છે.
આ બંનેને એકબીજાને કિસ કરવાનું કહેવામાં આવે છે. આ પછી, વર તરત જ તેની કન્યાને Kiss કરવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે વરરાજા તેને લાંબા સમય સુધી કિસ કરતો રહે છે. આ જોઈને આસપાસના લોકો પણ હસવા લાગે છે. જયારે, સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને યુઝર્સ ઘણી બધી કોમેન્ટ્સ અને લાઈક્સ વરસાવી રહ્યા છે.