આ ફૂડ કંપનીએ અંતરિક્ષમાં પણ કરી ફૂડ ડિલિવરી, એક જાપાનીઝ અબજોપતિ બન્યો ડિલિવરી બોય….

ફૂડ ડિલિવરી કંપની ઉબેર ઇટ્સ એ પૃથ્વી તેમજ સ્પેસ માં ખોરાક પહોંચાડીને ઇતિહાસ રચ્યો છે. આવું કરતી તે પહેલી કંપની બની ગઈ છે. ઉબેર ઇટ્સ એ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફૂડ ડિલિવરી દર્શાવતો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. તેને ઇતિહાસની સૌથી મોંઘી ફૂડ ડિલિવરી પણ કહી શકાય.

જાપાનના અબજોપતિ યુસાકુ મેઝાવાએ ઉબેર ઇટ્સ વતી ફૂડ ડિલિવરી કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અવકાશયાત્રીઓને ખોરાક પહોંચાડ્યો હતો. મેજાવા 11 ડિસેમ્બરે લગભગ 9 કલાકની રોકેટ સફર બાદ આઇએસએસ પહોંચ્યો હતો. મેજાવા તેની સાથે કંપનીની બેગ લઈ ગયો હતો. જેણે 8 ડિસેમ્બરે અવકાશયાત્રીઓ માટે ખાસ ખોરાક તૈયાર કર્યો હતો. તેની મુસાફરી હજી પૂરી થઈ નથી. તે લગભગ 12 દિવસ આઇએસએસ પર વિતાવશે.

ઉબેર ઇટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ મુસાફરો પોતાનું કામ કરી રહ્યા છે. ત્યારે જ મેઝાવા દરવાજો ખોલે છે અને ફૂડ પેકેટ અવકાશયાત્રીઓ તરફ ફેંકી દે છે. આઇએસએસમાં ગુરુત્વાકર્ષણ નથી, જેના કારણે પેકેટ હવામાં તરતા તરતા મુસાફરો સુધી પહોંચે છે. ભોજનની ડિલિવરી પર ખુશી વ્યક્ત કરતાં એક અવકાશયાત્રીએ કહ્યું હતું કે “અરે ઉબેર ઇટ્સ, આભાર.”

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ફૂડ પેકેટમાં મીઠી ચટણીમાં રાંધેલું માંસ હતું. તે નિશ્ચિત ધોરણો સાથે બનાવવામાં આવ્યું હતું જેથી અવકાશયાત્રીઓ તેને ખાઈ શકે. ઉબેરના સીઈઓએ જણાવ્યું હતું કે કંપનીનો ઉદ્દેશ બધે જ ફૂડ પહોંચાડવાનો છે. જે હવે પૂર્ણ થઈ રહ્યો છે. જાપાનના અબજોપતિ યુસાકુ મેઝાવાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી પૃથ્વીનો ટાઇમ લેપ્સ વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. મેજાવાએ વીડિયોને કેપ્શન આપ્યું હતું કે “આ ફક્ત પૃથ્વીનું એક ચક્કર છે.”

Scroll to Top