પાકિસ્તાન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો દેશ છે. શું તમે કલ્પના કરી શકો છો કે મુસ્લિમો પણ મંદિર માં જશે અને હિંગળાજ માતાની પૂજા કરશે. આજે અમે તમને પાકિસ્તાનના આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ માથું નમાવવા માટે આવે છે.
પૌરાણિક કથા: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મંદિર છે, જેને હિંગળાજ માતાનું મંદિર કહેવામાં આવે છે. આ મંદિર તેની પૌરાણિક કથાઓને કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. આ મંદિર એ સ્થળ કહેવાય છે જ્યાં ભગવાન વિષ્ણુએ માતા સતિનું શીશ કાપવા માટે ચક્ર ફેંક્યું હતું ત્યારે ચક્રથી કાપેલ શીશ આ સ્થળ પર પડ્યું હતું. આ મંદિર બલુચિસ્તાનથી 120 કિલોમીટર દૂર હિંગૂલ નદીના કિનારે આવેલું છે.
ગઝનીએ ઘણી વાર લૂંટ ચલાવી: 1,500 વર્ષ પહેલાં આ મંદિરની મુલાકાતે આવેલા ચીની બૌદ્ધ સાધુઓએ ઘણી બાબતો લખી છે. આ મંદિર વિશે ચીનના બૌદ્ધ સાધુઓએ જણાવ્યું હતું કે મોહમ્મદ બિન કાસિમ અને મોહમ્મદ ગઝનીએ ઘણી વાર મંદિરને લૂંટી લીધું હતું. આ મંદિર દરરોજ જય માતા દી ના નારાથી ભરેલું રહે છે. તેને હિંગળાજ ભવાની શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિંગળાજ વિસ્તારમાં આવેલું છે.
51 શક્તિપીઠોમાંથી એક: હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. કહેવાય છે કે માતાના 51 શક્તિપીઠોમાં સૌથી અગત્યનો ભાગ અહીં આવીને પડ્યો હતો. હિંગળાજ માતાનું મંદિર પૃથ્વી પર માતાના પ્રથમ સ્થાન તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુના ચક્રથી કપાઈ ગયા પછી માતા સતીના અંગો જે સ્થળોએ પડી ગયા છે તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. આ શક્તિપીઠોની સંખ્યા પૃથ્વી પર 51 છે.
હિંગળાજ માતાના મંદિરની સૌથી મહત્વની વાત એ છે કે હિન્દુઓ ની સાથે મુસ્લિમો પણ અહીં પ્રાર્થના કરવા અને માથું નમાવવા આવે છે. આ મંદિરને મુસ્લિમ લોકો ‘નાની કા મંદિર’ તરીકે ઓળખે છે. કહેવામાં આવે છે કે મુસ્લિમો પ્રાચીન પરંપરાને અનુસરીને મંદિરમાં વિશ્વાસ કરે છે અને દેવી માતાની મુલાકાત લેવા આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો પણ આ મંદિરને તેમની યાત્રાનો ભાગ માને છે. એટલા માટે તે તેને ‘નાની કા હજ’ કહે છે.