સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે વડોદરાથી ઇસ્કોન મંદિર પરિવારના વિદેશી ભક્તો દ્વારા હિન્દુઓને જાગૃત કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઇસ્કોન મંદિર પરિવારના વિદેશી ભક્તોએ જાહેર માર્ગ પર હાથમાં ઢોલકી અને મંજીરા લઈને ભજન-કીર્તન કરતા જોવા મળ્યા છે. જેને જોઈને આસપાસના લોકોમાં પણ ઘણું આકર્ષણ જોવા મળ્યું હતું. જે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિદેશી ભક્તોના ભજન-કીર્તન જોવા લોકોનો જમાવડો થયો હતો. ત્યારે અહીં આ ભજન-કીર્તન દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ ઇસ્કોન મંદિર પરિવારના વિદેશી ભક્તો જાહેર માર્ગ પર ભજન-કીર્તનમાં લીન થયા હતા અને આ સાથે ત્યાંના આસપાસના સ્થાનિક લોકો પણ આ ભજન-કીર્તનમાં લીન થવા જમાવડો થઇ ગયો હતો. જો કે આ વિદેશી ભક્તોને હિન્દુ ધર્મના ભજન-કીર્તન લીન જોઈને લોકોએ પણ ગર્વ અનુભવ્યો હતો. અને આ સ્થાનિક લોકોએ આ વિદેશી ભક્તોનું સ્વાગત પણ કર્યું હતું. આ ભજન-કીર્તન દરમિયાન ઇસ્કોન મંદિર પરિવારના વિદેશી ભક્તોએ ગીતા અને રામાયણ સહિતના આધ્યામિક પુસ્તકોનું લોકોને વિતરણ કરીને હિન્દુ ધર્મ પ્રત્યેની જાગૃતતા આપી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ જોવા મળે છે. જો કે ભારતમાં જે હિંદુ સંસ્કૃતિ છે તેની છાપ વિદેશોમાં ઘણા મોટા દેશોમાં જોવા મળે છે. જે વિદેશોમાં પણ હિંદુ ધર્મ સંસ્કૃતિના ભવ્ય મોટા મંદિરો આવેલ છે. જે વિદેશોમાં પણ હિન્દુ દેવી-દેવતાઓને ઘણું માન આપવામાં આવે છે.