વડોદરામાં સાદા પહેરવેશમાં મહિલા પોલીસકર્મીઓની સખ્ત કાર્યવાહી, જાહેર રસ્તાઓ પર ટપોરીગીરી કરનાર રોમીયોને ઝડપ્યા

વડોદરા શહેર પોલીસની C ટીમ દ્વારા રોડ રોમિયોને પકડી પાડવા માટે અભિયાન શરુ કરવામાં આવેલ છે. છેલ્લા 5 દિવસમાં 11 જેટલા રોડ રોમિયોને C ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતા અસામાજિક તત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી પહેરવેશમાં હાજર રહીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ મામલામાં શહેરના નવાપુરા વિસ્તારમાં જાણકારીના આધારે મહિલા પોલીસ સાદા પહેરવેશમાં પસાર થઈ હતી ત્યારે એક ટપોરીએ તેને જ હાથથી અભદ્ર ઇશારો કરતા પકડાયો છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.

આ ઘટનાની વાત કરવામાં આવે તો નવાપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સાદા પહેરવેશમાં પેટ્રોલિંગમાં રહેલી હતી. તે દરમિયાન કહાર મહોલ્લાના નાકા પાસે ઇરફાન ઉર્ફે રાજા અજીજખાન પઠાણ નામના વ્યક્તિ દ્વારા સાદા ડ્રેસમાં પસાર થઇ રહેલી ત્રણ મહિલા કોન્સ્ટેબલને હાથથી અભદ્ર ઇશારો કરવામાં આવ્યો હતો. આ ઇશારો કરવાની સાથે જ આરોપી ઇરફાન કંઇ સમજે તે પહેલા તો મહિલા પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે, શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ મહારાજા ચાર રસ્તા પાસે સાંજના સમયે ફકીર મહમંદ ઘોરી અને અકીબ મુસ્તાકભાઇ પટેલ અવર-જવર કરનારી મહિલાઓને બીભત્સ ચેનચાળા કરતો હતો. જ્યારે હવે મામલા મહિલા પોલીસકર્મીઓ દ્વારા સખ્ત કાર્યવાહી કરતા આ બંનેને ઝડપી પાડ્યા હતા.

Scroll to Top