રાજસ્થાન વિશ્વમાં ડેસ્ટિનેશન વેડિંગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. બોલીવુડના કલાકારો સાથે પ્રખ્યાત ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ રાજસ્થાનમાં લગ્ન સમારંભો કરવા આતુર જોવા મળે છે. આ કારણોસર કેટરિના કૈફથી લઈને પ્રિયંકા ચોપરા, મુકેશ અંબાણીથી લઈને વિદેશી મૂળના ઘણા મોટા ઉદ્યોગપતિઓ તેમના હાઈ પ્રોફાઈલ લગ્ન માટે રાજસ્થાનને પસંદ કરતા હોય છે.
જ્યારે હવે એનસીપીના નેતા અને રાજ્યસભા સાસંદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલના પુત્ર પ્રજયના લગ્નની ઉજવણી રાજસ્થાનમાં કરવામાં આવી રહી છે. રાજસ્થાનની રાજધાની જોધપુરમાં રામબાગ પેલેસમાં ઉજવણી કરવામાં આવી છે. જ્યારે આ સમારોહમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ગૌતમ અદાણીની સાથે ઘણા ઉદ્યોગપતિ અને ફિલ્મ સ્ટાર પણ હાજર રહ્યાં હતાં. તેની સાથે આ લગ્નમાં વિવિધ દળોના નેતા પણ હાજર રહ્યાં હતાં.
નોંધનીય છે કે, જયપુરના રામબાગ પેલેસ ખાતે યોજાયેલ આ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે 28 ચાર્ટડ વિમાન દ્વારા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, ઉદ્યોગપતિ નવીન જિંદાલ, કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી.
અજીત પંવાર, મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે, કોંગ્રેસના નેતાઓ ગુલામનબી આઝાદ અને ફારૂક અબ્દુલ્લા, પૂર્વ સીએમ કમલનાથ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, સજ્જન જિંદાલ, વીરેન્દ્ર મહિસ્કર, સુનીલ મુંજાલ, સમીર મહેતા, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, અભિષેક ચૌધરી, એકનાથ શિંદે સહિતના બોલીવુડ કલાકારો પહોંચ્યા છે.
View this post on Instagram
જ્યારે શિરીષ જયપુરથી પરત આવતા જ આ પોસ્ટ મેરેજ ફંક્શન રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રજયના લગ્નના સમારોહમાં ભાગ લેવા માટે બોલીવૂડના અનેક કલાકારો, રાજકીય સલાહકારો, ઉદ્યોગપતિઓની સાથે ક્રિકેટર પણ પોતાના પરિવાર સાથે જયપુર પહોંચ્યા છે. 18 ડિસેમ્બરના રોજ રાત્રે લગભગ 35 વિમાન જયપુર પહોંચ્યા હતાં. જ્યારે જાણવા મળ્યું છે કે, પ્રજયના લગ્નમાં ભાગ લેવા માટે ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ, અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સહિતના અગ્રણીઓ જયપુર પહોંચ્યા હતા. શનિવારના દર એક કલાકે મહેમાનો શાહી લગ્ન માટે જયપુર પહોંચ્યા હતા. તેને જોતા જ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવાઈ હતી. મહેમાનો માટે જયપુરની આ જ 5 સ્ટાર લક્ઝરી હોટેલને બુક કરાવાઈ હતી.