જુઓ ફોટાઓ: તેલંગાણા માં બે પુરુષો એ ધૂમધામ થી લગ્ન કરી સાંસારિક જીવન ના પગલાં માંડ્યા

તેલંગણા પહેલી વાર ગે કપલ સુપ્રિઑ ચક્રવર્તી અને અભય ડાંગે તેમના 10 વર્ષ જૂન સમલૈંગિક સંબંધ ને આગળ વધારતા એકબીજા સાથે લગ્નગ્રંથિ થી જોડાઈ ગયા છે.

આ મોકા પર સુપ્રિઑ એ જણાવ્યું કે તેમના લગને એક મજબૂત અંદેશો આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈ ની અનુમતિ ની જરૂર નથી હોતી. આ કપલને તેલંગણા નું પ્રથમ સમલૈંગિક કપલ માનવામાં આવે છે.

31 વર્ષીય સુપ્રિયો અને 34 વર્ષીય અભયે એકબીજા ને વીંટી પહેરાવી હતી અને શનિવારે ત્યાં નજીક ના એક ખાસ રિસોર્ટ માં તેમના લગ્ન યોજાયા હતા. આ લગન તેમનીજ એટલે કે સમલૈંગિક સમુદાય ના એક દોસ્ત સોફિયા ડેવિડે કરાવ્યા હતા.

આ લગ્ન બાબતે તેમના માતા પિતા ની વાત કરીએ તો તેઓ પણ આ સંબંધ થી રાજી છે અને તેમણે બંને ને નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. આ બાબતે તેમનું વલણ ઘણું સોફ્ટ રહ્યું હતું. ઉપરના ફોટા માં માતા તેમને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે.

લગ્ન વિષે કપલે વધુ માં જણાવ્યું કે તેઓ તેમના લગ્ન રજીસ્ટર નથી કરવી શક્ય પરંતુ તેમણે આ લગ્ન માટે એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો અને તેમા પરિવાર ના સભ્યો તેમજ મિત્રો સામેલ થાય હતા.

આપણા ભારત દેશ માં આ પ્રકાર ના લગ્ન થવા અને તેનો સ્વીકાર થવો એ લગભગ લોકો માટે એક આશ્ચર્યજનક બાબત છે. અમે કોમેન્ટ માં તમારૉ મત દ્વારા જાણવા માંગીએ છીએ કે શું આ પ્રકાર ની લગ્નગ્રંથિ થી જોડાવું યોગ્ય છે કે અયોગ્ય?

Scroll to Top