નાના બાળકોની સંભાળ રાખવી જરૂરી હોય છે કેમકે નાના બાળકો હંમેશા મસ્તી કરતા રહે છે જેના કારણે આપણે તેની સંભાળ રાખવી જરૂરી હોય છે. ક્યારેક આ મસ્તીમાં તેમને ઈજા પણ થતી હોય છે જેના લીધે નાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. થાઈલેન્ડથી એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે કે, સાંભળી તમે પણ ચકિત થઈ જશો.
આ બાળકી માત્ર બે દિવસની જ હતી. લગભગ ૪૮ કલાક સુધી તે જંગલમાં એકલી પડી રહી હતી. આ ઘટના થાઈલેન્ડના ક્રાબી પ્રાંતની છે. જંગલના જે ભાગમાં બાળકી હતી. ત્યાં ઝેરીલા સાપ અને અજગર પણ રહે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે બાળકીને જંગલમાં રબર ભેગું કરનાર લોકોએ એ જોઈ તો તેમને તેને બચાવી લીધી હતી. બાળકીના બે દિવસ સુધી જંગલમાં એકલા રહ્યા બાદ પણ શ્વાસ ચાલી રહ્યા હતા. તે કેળાના ઝાડની વચ્ચે પડેલી હતી. માસૂમના ચેહરા પર ઈજાના નિશાન હતા અને તેના શરીર પર કીડા પણ સરકી રહ્યા હતા.
જ્યારે લોકોએ બાળકીને ઉપાડી ત્યારે તે રડી રહી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેના શરીરમાં પાણીની ઉણપ હતી. જેની હાલ સારવાર ચાલી રહી છે. જંગલના જે ભાગમાં છોકરી મળી આવી છે ત્યાં કોબ્રા સાપ અને અજગર જોવા મળે છે. પરંતુ નસીબ તો જુઓ બે દિવસ સુધી આ છોકરી જંગલમાં રહી અને હજી પણ તેના શ્વાસ ચાલી રહ્યા છે.
હેરાન કરનારી આ વાતની પણ છે કે, આ જંગલનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. આવી સ્થિતિમાં તે જગ્યાથી બાળકી જીવતી મળી આવતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જ્યારે પોલીસનું કહેવું છે કે તેઓ બાળકીના માતાપિતાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાણ થતાં જ તેમની સામે એક માસૂમ બાળકના જીવને જોખમમાં મુકવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે.