દીકરી જો પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે તો તેને પાછી લાવવા માટે પરિવારજનો ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ અહીં એક એવો કિસ્સો સામે આવ્યો ચ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. રાજૌરી ગાર્ડન વિસ્તારમાં પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવાથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કર્યું અને પછી તેને માર માર્યો. આરોપ છે કે યુવકના પ્રાઈવેટ પાર્ટને કાપીને સાગરપુર વિસ્તારમાં ફેંકી દીધા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. બુધવારે મોડી રાત્રે એક રાહદારીની મદદથી પોલીસને ઘટનાની માહિતી મળી હતી.
યુવકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક થઇ ગઈ છે. રાજૌરી ગાર્ડન પોલીસ સ્ટેશને તેના નિવેદન પર અપહરણ અને હત્યાના પ્રયાસનો કેસ નોંધી લીધો છે. પોલીસ આરોપી પક્ષના કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. 22 વર્ષીય પીડિતાનો પરિવાર રઘુવીર નગરમાં રહે છે.
તેની સાગરપુરની રહેનાર 20 વર્ષની યુવતીનું લગભગ બે વર્ષથી તેની સાથે અફેર ચાલી રહ્યું હતું. બંનેએ તેમના પરિવારના સભ્યોને લગ્ન માટે રાજી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ ના પાડી દીધી. ત્યારબાદ યુવક યુવતી બંને ભાગીને 21 ડિસેમ્બરે જયપુર પહોંચ્યા.
અહીં બંનેએ એક મંદિરમાં લગ્ન કરી લીધાં. લગ્ન કર્યા બાદ 22 ડિસેમ્બરે બંને દિલ્હી પહોંચ્યા અને રાજૌરી ગાર્ડન વિસ્તારમાં રોકાયા હતા. આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઈ ગઈ.
રાજૌરી ગાર્ડન પહોંચ્યા બાદ યુવતીના પરિવારજનો બંનેને પોતાની સાથે સાગરપુર લઈ ગયા. આરોપ છે કે ત્યાં યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકને અન્ય જગ્યાએ લઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ પછી યુવકને સાગરપુરના જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.