‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દરેક કલાકારોએ લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. તેની સાથે ચાહકો તરફથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને ખૂબ પ્રેમ મળે છે. તેમાં ખાસ કરીને શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલમાં અલગ જ ઓળખાણ બનાવી છે. તેમની કોપી કરતા અનેક લોકો મળી જાય છે. જ્યારે હવે દિશા વાકાણીને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે તેમાં તેમનું બેબી બમ્પ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ ફોટોસમાં દિશાની સાથે તેમના પતિ પણ દેખાઈ રહ્યા છે. આ તસ્વીરને જોઈને સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિશા વાકાણી પ્રેગ્નન્ટ છે. આ તસ્વીર જોઈને તેમના ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને ડિલિવરીની ડેટ પણ પૂછવા લાગ્યા છે.
નોંધનીય છે કે, દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા મળી રહી નથી. 2017 માં દીકરીના જન્મ બાદ તેમને આ શોને અલવિદા કહી દીધું હતું. ઘણી વખત શોમાં તેમની વાપસીના સમાચાર પણ સામે આવ્યા હતા. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સ દ્વારા હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપવામાં આવી નથી.