એક કપલનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેને આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં યુવતી ખુશીમાં હસતા-હસતા બોલી રહી છે કે, તે પોતાની મરજીથી પોતાની પ્રેમી સાથે ભાગી ગઈ છે. જ્યારે આ વિડીયોની વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલો બિહારના પૂર્ણિયા જિલ્લાનો રહેલો છે.
બિહારના પૂર્ણિયા જીલ્લાના રહેવાસી રંજન કુમાર ઝા દ્વારા 18 ડિસેમ્બરના રોજ પોતાની પુત્રીના અપહરણનો મામલો નજીકના સરસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. રંજન કુમારની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મોડી રાત્રીના ત્રણ બાઈક સવાર ઘરમાં ઘુસી આવ્યા હતા અને તે મારી પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયા હતા. જ્યારે અપહરણ કરવામાં આવ્યું ત્યારે હું દિલ્હીમાં સારવાર માટે ગયો હતો.
તે બાબતનો ફાયદો ઉઠાવીને કિડનેપર મારી પુત્રીનું અપહરણ કરીને ચાલ્યા ગયા હતા. પરંતુ વાઇરલ થઈ રહેલા વિડીઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તે યુવતી પોતાની મરજીથી ઘરેથી નીકળી હતી, તેનું કોઈ અપહરણ કરવામાં આવ્યું નહોતું અને વિડીઓમાં બંને ખુશ જોવા મળી રહ્યા છે. તેમ છતાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે, વિડિઓ કદાચ યુવતી દ્વારા કોઈ દબાવમાં તો બનાવવામાં આવ્યો નથી.