પરફ્યુમના વેપારીના ઘરે આવકવેરા વિભાગના દરોડા, ત્રણ દિવસથી મશીન દ્વારા ચાલી રોકડ રકમની ગણતરી

ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નૌજમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કાનપુર અને કન્નૌજના પરફ્યુમના મોટા વેપારી ઓમાંથી ગણાતા એક પીયૂષ જૈનના ઘરેથી ઘણો મોટો ખજાનો મળી આવ્યો છે અને તે પણ રોકડ રકમ સાથે જે આટલી મોટી રકમ રોકડમાં આજ સુધી ક્યારે જોઈએ પણ નથી જે, પાનમસાલા અને પરફ્યુમના મોટા વેપારીના ઘરેથી મળી આવ્યો છે. જે કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. ગુરુવારે આવકવેરા વિભાગની ટીમે પીયૂષ જૈનના મુંબઈ, કન્નૌજ, ગુજરાત અને કાનપુરના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પિયુષ જૈનની ફેક્ટરી, ઓફિસ, કોલ્ડ સ્ટોર અને પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન કરોડોની કરચોરી બહાર આવી છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્ડાયરેક્ટ એન્ડ કસ્ટમ (CBIC) અને આયકર વિભાગ (IT)ના ઓફિસર પણ આ દરોડામાં મળી આવેલ રોકડ રકમ જોઈને ચૌકી ગઈ છે. એક સીનિયર ઓફિસરે કહ્યું કે તેમણે પોતાના કરિયરમાં આટલી રોકડ ક્યારેય જોઈ નથી. ત્યારે હાલમાં કાનપુરમાં આવકવેરા વિભાગને પીયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 177 કરોડ રુપિયા મળી આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તિજોરીઓ ભરીને રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. 24 કલાક કરતા વધુ સમય આ દરોડો ચાલ્યો હતો. કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી. અને કહેવામાં આવી રહ્યું છે કે તપાસ હજુ ચાલુ છે. પિયુષ જૈન પર આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલી રકમ આરબીઆઈને સોંપવામાં આવશે. જૈનના ઘરેથી સોનાના દાગીના પણ મળ્યા છે. તેને બોક્સમાં સીલ કરાવીને લઈ જવામાં આવી રહ્યા છે. એક લોકરની સાથે ઘણા ડોક્યૂમેન્ટ પણ કબજે કરવામાં આવ્યા છે.

પિયૂષ જૈન પર ઈન્કમટેક્સના દરોડાને યુપી ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે અને જાણવવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈન સપાના અખિલેશ યાદવની ઘણા નજીક છે. આવકવેરા વિભાગને ઘણા દસ્તાવેજો મળ્યા છે. જે બાદ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ટીમોએ પીયુષ જૈનના પુત્રો પ્રત્યુષ અને પ્રિયાંશ જૈનને કસ્ટડીમાં લીધા છે અને તેઓ કન્નૌજ ગયા છે. હાલ, તેમના ત્યાંથી શું મળી આવ્યું તેની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.

લખનૌમાં લોન્ચ કર્યું હતુ ‘સમાજવાદી અત્તર’: જણાવી દઈએ કે પીયૂષ જૈને આજથી એક મહિના પહેલા લખનૌમાં ‘સમાજવાદી અત્તર’નું લોન્ચિંગ કર્યું હતુ. અને આ લોકાર્પણ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. અને તેમને કહ્યું હતું કે આ અંતર 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 22 ફૂલોમાંથી બનાવવામાં આવ્યું છે.

GST વિભાગના જણાવ્યા અનુસાર, શિખર પાન મસાલા ફેક્ટરીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈ-વે બિલ જનરેટ કરવું પડતું નહતું, અને આ માટે નકલી પેઢીના નામે 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતના નકલી ઇનવોઇસ બનાવી દેવામાં આવ્યા હતા.

કોણ છે આ પિયુષ જૈન? પિયુષ જૈન મૂળ કન્નૌજના છિપત્તીનો છે અને હાલમાં તે જુહી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુરીમાં રહે છે. પિયુષ પરફ્યુમનો વેપારી છે અને તેની ફેક્ટરી કન્નૌજમાં આવેલ છે. અહીંથી પીયૂષ જૈન પોતાનો બિઝનેસ ચલાવે છે. તેની કન્નૌજ, કાનપુર અને મુંબઈમાં પણ ઓફિસો છે. જે કન્નૌજ થી પરફ્યુમ છેક મુંબઈ અને દેશ-વિદેશમાં પણ વહેંચાય છે.

Scroll to Top