ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનુનું પાત્ર ભજવીને જાણીતી બનેલી નિધિ ભાનુશાલી દ્વારા પોતાના પાર્ટનરને લઈને વાત કરવામાં આવી હતી. નિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના માટે તેનો મિત્ર રિશી અરોરા ખૂબ જ મહત્વ ધરાવે છે.
તેમ છતાં નિધિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અભ્યાસના લીધે છોડી દીધો છે. હવે તેનો રોલ પલક સિધવાણી પ્લે કરે છે. નિધિની વાત કરીએ તો તેને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે અને થોડા સમય પહેલા તે રોડ ટ્રિપ પર રિશી અરોરા સાથે દેખાઈ હતી. નિધિ દ્વારા ભવ્ય ગાંધી સાથેના સંબંધોને લઈને વાત કરવામાં આવી હતી.
એક નામી ચેનલ સાથે વાતચીત કરતા નિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે મિત્ર રિશી અરોરા સાથે રોડ ટ્રિપ પર જઈ હતી. લોકડાઉન દરમિયાન રિશી અરોરા અમેરિકાથી પરત આવ્યો હતો. બંનેને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે. તેની સાથે તે પોતાના પેટ ડોગને પણ લઈને પણ ગયા હતા. જ્યારે તે કારમાં પણ રોડ ટ્રિપ માટે પણ ગયા હતા. તેની સાથે ટ્રિપ દરમિયાન ઘણી વખત ટેન્ટમાં પણ રહેવાનું તેને પસંદ કર્યું હતું.
આ સિવાય નિધિ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, તે ટ્રિપ દરમિયાન ઘણાં સ્થળોએ ગઈ હતી જેમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મી અને લદ્દાખનો સમાવેશ થાય છે.
નિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિશી તેનો સારો મિત્ર છે. તેની સાથે તે બેસ્ટ ફ્રેન્ડ છે, વર્ક પાર્ટનર છે અને ઘણાં અર્થમાં પાર્ટનર પણ રહેલ છે. તે રિશીને ડેટ કરી રહી નથી. નિધિ દ્વારા સલમાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ નો ડાયલોગ યાદ કરીને જણાવ્યું હતું કે, ‘ક્યા એક લડકા ઔર એક લડકી દોસ્ત નહીં હો સકતે?’ તેના માટે ડેટિંગ સેકન્ડરી વાત છે. આ સિવાય તે સમગ્ર જીવન રિશી સાથે પસાર પણ કરી શકે છે, પરંતુ તે તેમના બોન્ડિંગને કોઈ લેબલ આપવા ઈચ્છતી નથી.
જ્યારે નિધિ ભાનુશાલીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ટપુનો રોલ ભજવનાર ભવ્ય ગાંધી સાથેના સંબંધો પર પણ વાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નિધિ તથા ભવ્ય વચ્ચે અફેર હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. આ મામલે નિધિએ જણાવ્યું છે કે, હાલમાં તેની વચ્ચે કમ્યુનિકેશન નથી, તેમ છતાં ભવ્ય ગાંધી સાથે હું મિત્રતા કરી શકી તે વાતને લઈને ખુશી છે.