યુપીના થાના હરગાંવ વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં તેની પત્ની અને પુત્રએ સાથે મળીને જ તેના પતિની હત્યા કરી દીધી છે. જે પત્નીએ પુત્ર સાથે મળીને પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ઘરમાં જ તેને ખાડો ખોદી તેની લાશને દાટી દીધી હતી. અને આ હત્યા કરાયેલી લાશનો માતા અને પુત્રએ તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. અને આ દરમિયાન તેની માહિતી મળતાં પોલીસે સોમવારે સાંજે ઘરમાંથી મૃતદેહ કબજે કરી લીધો હતો.
આ ઘટનામાં મૃતકનો પિતરાઈ ભાઈ પણ સામેલ હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તેની પત્ની, પુત્ર અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હરગાંવ પોલીસ સ્ટેશનના બાગપુરમાં રહેતા કમલેશના ઘરેથી દુર્ગંધ આવવાની જાણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોએ આ અંગે પોલીસને જાણ કરી દીધી હતી. જેની માહિતી મળ્યા બાદ હરગાંવ એસઓ બ્રિજેશ ત્રિપાઠી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કમલેશની હત્યા કરી દેવામાં આવી છે અને તેની લાશને ઘરના રૂમમાં જ દાટી દેવામાં આવી છે. પોલીસે ખાડામાંથી લાશ જપ્ત કરી લીધી છે. એસઓએ કહ્યું કે લગભગ 15 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. અને તેને આ બીજા લગ્ન કર્યા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ લગભગ 10 દિવસ પહેલા કમલેશ ગુમ થઇ ગયો હતો. પત્ની અને પુત્રએ તેમને આ મામલે કોઈ પણ સાચી માહિતી આપી નહિ. એસઓએ જણાવ્યું કે મૃતકની પત્ની અને પુત્ર આદર્શે કમલેશની હત્યા કરી દીધી છે. બંનેએ આ હત્યાનો ગુનો કબૂલી લીધો છે. એસઓ બ્રિજેશ ત્રિપાઠીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ઘટના 17 ડિસેમ્બરે બની હતી. જો કે પુત્ર આદર્શ અને ગોપાલ મૃતકની લાશનો નિકાલ કરવાના પ્રયાસમાં લાગ્યા હતા.
એસઓએ જણાવ્યું કે મૃતકના ભાઈ રામકિશુનની ફરિયાદ પર પત્ની સુનીતા, પુત્ર આદર્શ અને પિતરાઈ ભાઈ ગોપાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાનું કારણ દારૂ હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. એસઓએ જણાવ્યું કે કમલેશ દારૂ પીતો હતો અને દરરોજ તેની પત્નીને માર મારતો હતો. અને આ હત્યાની ઘટનાના દિવસે પણ તે નશાની હાલતમાં પત્નીને માર મારતો હતો. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ આરોપીઓ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.