સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હાલની રિલીઝ ફિલ્મ પુષ્પા થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને હિન્દી દર્શકો દ્વારા પણ ઘણો બધો પ્રેમ મળ્યો છે. ત્યારબાદ અલ્લુ અર્જુન સ્ટારર-રશ્મિકા મંદન્ના સ્ટારર ડિરેક્ટર સુકુમારની ફિલ્મ પુષ્પા હિન્દી બોક્સ ઓફિસ પર થી પણ બમ્પર કમાણી કરી ચુકી છે. કોરોના જેવી મહામારીના સમયમાં સિનેમાઘરોમાં પહોંચેલી અલ્લુ અર્જુનની ફિલ્મે માત્ર હિન્દી બોક્સ ઓફિસ પરથી જ 11 દિવસમાં લગભગ 50 કરોડ રૂપિયાની રકમ એકઠી કરી લીધી છે. જ્યારે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે લગભગ 200 કરોડ રૂપિયા પ્રાપ્ત કરી ચુકી છે.
રસપ્રદ વાત એ છે કે હવે આ પુષ્પા ફિલ્મ OTT તરફ આગળ વધી રહી છે. સામે આવેલ લેટેસ્ટ રિપોર્ટ મુજબ આ ફિલ્મ નવા વર્ષના અવસર પર જાન્યુઆરી મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સાથે જે દર્શકો કોરોનાને કારણે થિયેટરમાં પહોંચી શક્યા નથી તે બધા જ દર્શકો હવે OTT પર ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે. આ સમાચારથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર પણ ઘણો મોટો ધમાકો કરી શકે છે.
જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની બધી હિન્દી ડબ કરેલી ફિલ્મો યુ-ટ્યુબ પર શાનદાર પ્રદર્શન કરે છે. આ ફિલ્મોને મિલિયન્સમાં વ્યુઝ મળે છે. આ જ કારણ છે કે અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા સાથે હિન્દી બેલ્ટમાં પણ પગ મૂક્યો. તેની સાથે આ અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાન્ના અને સુકુમારની પહેલી પૈન ઈન્ડિયા રિલીઝ ફિલ્મ બની છે. હિન્દી ડબ ફિલ્મોમાં અલ્લુ અર્જુનની ઘણી ધારદાર એક્ટિંગને જોતા સાઉથ એક્ટર પહેલેથી જ ઉત્તર ભારતમાં લોકપ્રિય થઈ ગયા છે. આવામાં અપેક્ષા છે કે આ ફિલ્મ OTT પર પણ દર્શકોનું ઘણું મનોરંજન કરશે. તો શું તમે આ ફિલ્મને જોવા માટે ઉત્સાહિત છો? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.