Happy New Year 2022: નવા વર્ષે ઉજવણીમાં ડૂબ્યા ભારતીયો, 31 ડિસેમ્બરની રાત્રે અહીંથી ખરીદ્યા 33 હજારથી વધુ કોન્ડોમ

Happy New Year 2022: કોરોના મહામારી વચ્ચે આખી દુનિયા નવા વર્ષની ઉજવણી જોરશોરથી કરી રહ્યું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભારતીયોએ પણ પોતપોતાની રીતે નવા વર્ષ 2022નું સ્વાગત કર્યું છે. જો કે આ તહેવારો અને ખાસ ઉત્સવોના દિવસે લોકો બહારથીખાવાનું ઓડર કરવાનું પસંદ કરે છે અને આ બધો સમય તેઓ તેમના ઉત્સવમાં મસ્તી અને હરવા ફરવા માટે પસાર કરતા હોય છે. જેના કારણે હાલના સમયમાં ઓનલાઇન ઓડરમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વખતે પણ નવા વર્ષના સમયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મને નાસ્તા, પીણાં અને આટલું જ નહિ કોન્ડોમના પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. તેને લઈને Zomatoના સ્થાપકે ખૂબ જ રસપ્રદ આંકડા જાહેર કર્યા છે.

Zomatoના સંસ્થાપક દીપિન્દર ગોયલે તેમના એક ટ્વીટમાં કહ્યું છે કે પહેલા ગ્રોફર્સ ના નામે ઓળખાતી ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી ફર્મ બલિંકિંટ (Blinkit) પર 31 ડિસેમ્બરની રાત્રે 33,440 કોન્ડોમના ઓર્ડર આપવામાં આવ્યા. આ ઉપરાંત ગોયલે ખુલાસો કર્યો છે કે એક ગ્રાહકે એક જ ઓડરમાં 80 જેટલા કોન્ડોમના ઓર્ડર આપ્યા હતા. જણાવી દઈએ કે Zomato ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Blinkit માં એક મોટું રોકાણકાર છે.

આ મામલે Zomato ના સંસ્થાપકે કહ્યું હતું કે ભારતમાં ગ્રાહકોએ 1.3 લાખ લિટર સોડા, 43,000 કેન એયરેડેડ ડ્રીંક, 7,000 પેકેટ્સ નાચોસ, 4,884 જાર ડીપ્સ, 6,712 ટબ આઈસ્ક્રીમના અને 28,240 પૅક ઇન્સ્ટન્ટ પોપકોર્પનનો ઓડર આપ્યો. ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટ પર 11,943 આઈસ પેકનો પણ ઓર્ડર આપવામાં આવ્યો. ગોયલે કહ્યું “આશા છે કે કોઈને ઈજા થઈ નહિ હોય, અને આ (બરફ) માત્ર ડ્રીંક માટે હશે.

Zomatoના સંસ્થાપક ગોયલે કહ્યું કે માત્ર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પર પ્રાપ્ત ઓર્ડરની સંખ્યા એટલી વધારે હતી જેને બ્લિંકિટ સામાન્ય રીતે બે અઠવાડિયામાં ડિલીવરી કરી શકતી હતી. તેમણે કહ્યું કે બ્લિંકિટે કોવિડ-19 માટે 10,000 સેલ્ફ-ટેસ્ટ કીટ પણ ડિલીવરી કર્યા. તેમને લખ્યું, “દરેક લોકો પાર્ટી સુરક્ષિત રીતે કરે. ભારત અને દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કરવામાં આવી છે. જયારે ઘણા બધા લોકોએ આ ઉત્સવ ઘરની અંદર ઉજવવાનું નક્કી કર્યું.

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato અને Swiggy ને પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેકોર્ડ સંખ્યામાં ઓર્ડર મળ્યા. 31 ડિસેમ્બરની સાંજે 7.13 વાગ્યા સુધીમાં Zomatoને પ્રતિ મિનિટ 7,100 ઓર્ડર મળી રહ્યા હતા. સ્વિગીને દર એક મિનિટે 9,000 થી વધુ ઓર્ડર મળ્યા. ગયા નવા વર્ષની પૂર્વ સંધ્યા પર, Zomato ને પ્રતિ મિનિટ 4,000 ઓર્ડર મળ્યા હતા, જ્યારે Swiggy ને 5,000 ઓર્ડર મળ્યા હતા.

Scroll to Top