અમ્પાયરની મોટી ભૂલના કારણે ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન થયો OUT!

કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાં ટકરાઇ રહી છે. આ ટેસ્ટમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસત હોવાના કારણે ટીમથી બહાર છે. જે બાદ આ મેચમાં તેના સ્થાને હનુમા વિહારીને તક મળી છે. જોકે આજે મેચ દરમિયાન અમ્પાયરની એક મોટી ભૂલના કારણે વિહારી આ તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો અને નાનકડી ઇનિંગ્સ બાદ તેને પરત ફરવું પડ્યું હતું

અમ્પાયરે કરી મોટી ભૂલ

ખરેખરમાં મેચ દરમિયાન હનુમા વિહારી ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો અને માત્ર 20 રનની ઇનિંગમાં જ તેણે બતાવી દીધુ હતું કે તે આજે મોટો સ્કોર બનાવી શકે છે. પરંતુ કાગિસો રબાડાએ 39મી ઓવરના ચોથા બોલ પર વિહારીને વૈન ડર ડુસેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડુસેને એક શાનદાર કેચ પકડી લીધો અને વિહારીને પેવેલિયન મોકલ્યો હતો. જોકે તે સમયે રબાડાનો પગ ક્રિઝ પર હતો અને તેના જૂતાનો ભાગ લાઇનની અંદર દેખાતો નહોતો. આ જ કારણ છે કે અમ્પાયરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાના ચાહકો ખુબ જ નારાજ છે.

વિહારી નો બોલ પર આઉટ થયો?

કાગિસો રબાડાનો તે બોલ નો બોલ તરીકે જોવામાં આવ્યો હતો જેના પર હનુમા વિહારીએ તેની વિકેટ ગુમાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે મેદાન પરના અમ્પાયર સિવાય થર્ડ અમ્પાયરે પણ રબાડાના આ બોલની અવગણના કરી હતી. હવે ટીમ ઈન્ડિયાના પ્રશંસકો સોશિયલ મીડિયા પર અમ્પાયરની આ હરકતને લઇ ગુસ્સામાં છે અને પોતાનો ગુસ્સો નીકાળી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે અલગ-અલગ પ્રકારના ટ્વિટ કરીને અમ્પાયરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

https://twitter.com/MilindKohmaria/status/1477970389166747650

ઉલ્લેખનિય છે કે, આજની મેચમાં વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત છે અને તેની પીઠમાં સમસ્યા છે, જેના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે.

Scroll to Top