ફૂલ સ્પીડમાં જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. જેના પગલે કારમાં સવાર પૈકી 5 લોકોના મોત નીપજ્યા હતા.
જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે વહેલી સવારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાંવતા કાર ડીવાઇડર ટપી રોંગ સાઇડમાં ઘૂસી જતા પલ્ટી મારી ગઇ હતી. કારમાં સવાર સાત વ્યક્તિમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ એકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બહેનનું મામેરૂ ભરી તમામ લોકો લગ્રપ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના આટકોટના જંગવડ પાસે ફૂલ સ્પીડમાં કાર પસાર થઇ રહી હતી. જે કોઇ કારણસર પલટી ખાઇ ગઈ હતી.
અચાનક કાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા હતા.
બેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા
અકસ્માતગ્રસ્ત ગાડી જીજે 5 આરબી 5669 નંબરની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. મૃતકમાં એક સુરતના, બે લાખાવડના અને બે રંઘોળાના લંગાળા ગામના હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે.