‘ધ કપિલ શર્મા શો’ ફેમ તીર્થાનંદે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ, પડોશીઓએ આ રીતે બચાવ્યો જીવ

દેશમાં કોરોનાના કહેરના કારણે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના લોકડાઉનને કારણે ઘણા ટીવી સ્ટાર્સે લાચારીના કારણે જીવન ટુકાવ્યું છે. તેમાંથી ઘણા સ્ટાર્સ બચી ગયા છે અને કેટલાકે પરિસ્થિતિ સામે હાર માની લીધી છે. આ જ કારણ છે કે, છેલ્લા થોડા મહિનામાં ઘણા સ્ટાર્સે પરેશાનીઓના કારણે પોતાની જાતને સમાપ્ત કરવાનું પગલું ભર્યું હતું. હવે અભિનેતા તીર્થાનંદ વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તે કોઈને પણ ઝટકો લાગી શકે છે. રિપોર્ટ્સ મુજબ, તીર્થાનંદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, તીર્થાનંદ કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં પણ કામ કરી ચુક્યા છે. લોકો તીર્થાનંદને બોલિવૂડ અભિનેતા નાના પાટેકરના હમશકલ પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 27 ડિસેમ્બર ના રોજ તીર્થાનંદે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણકારી મળતા જ તીર્થાનંદના પડોશીઓ તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ કારણોસર, યોગ્ય સમયે સારવાર મળતા તીર્થાનંદનો જીવ બચી ગયો હતો અને હવે તે ઘરે પરત ફરી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

તીર્થાનંદે એક નામી ચેનલથી વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમને આર્થિક તંગી અને પારિવારિક ઝઘડાને કારણે ઝેર પી લીધું હતું. તેમનું કહેવું છે કે, આર્થીક તંગીના કારણે તે એકદમ એકલા પડી ગયા હતા અને આ દરમિયાન પરિવારના સભ્યોએ પણ તેમનો સાથ છોડી દીધો હતો. તેની સાથે તેમને હોસ્પિટલમાં જોવા માટે કોઈ પણ આવ્યું નહોતું. તીર્થાનંદે એમ પણ જણાવ્યું છે કે, હાલના સમયે તે દેવામાં ડૂબી ગયા છે અને તે તેની પત્ની અને પુત્રીના સંપર્કમાં પણ નથી.

Scroll to Top