કોરોનાના કેસમાં વધારાને કારણે સુપ્રીમ કોર્ટ હવે ‘વર્ચ્યુઅલ’ સુનાવણી કરશે

supreme court

કોવિડ લહેરના કારણે હવે સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થશે. હવે ન્યાયાધીશ કોર્ટના બદલે તેમના નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં હાજરી આપશે. 10 જાન્યુઆરીથી માત્ર ખૂબ જ જરૂરી કેસો, તાજા કેસ, જામીનના કેસ, સ્ટેના કેસ, અટકાયતના કેસો અને નિયત તારીખના કેસોની સુનાવણી થશે. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ, 7 જાન્યુઆરી, 2022 (શુક્રવાર) થી તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં થશે અને બેન્ચ રહેણાંક ઓફિસોમાં બેસશે.

પરિપત્ર મુજબ, માત્ર ખૂબ જ જરૂરી કેસ, તાજા કેસો, જામીનના કેસો, સ્ટે સાથે જોડાયેલા કેસો, અટકાયતના કેસો અને નિયત તારીખના કેસો 10 જાન્યુઆરીથી આગળના આદેશો સુધી કોર્ટ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે. ટ્રાન્સફર પિટિશન આગામી આદેશો સુધી સિંગલ જજની બેન્ચને બદલે નિયમિત બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે. સરેન્ડરથી છૂટ માટેની અરજીઓ પણ આગામી આદેશો સુધી ચેમ્બર જજની જગ્યાએ નિયમિત બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.

માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટના બે જજ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કેટલાક કોર્ટ કર્મચારીઓ પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ કારણે CJI NV રમણાએ ગુરૂવારે અઠવાડિયાના ત્રણ દિવસ માટે કેસોની ફિઝિકલ સુનાવણી અટકાવી દીધી છે. એક કેસની સુનાવણી દરમિયાન, CJIએ કહ્યું કે, ‘હવે 4-6 અઠવાડિયા સુધી ફિઝિકલ સુનાવણી શક્ય નથી.’ ઉપરાંત, બીજી લહેરની જેમ, ન્યાયાધીશોને તેમના નિવાસ સ્થાનેથી વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની વિદાય પાર્ટી દરમિયાન એક જજ પણ હાજર હતા, જેમને તાવ હતો. બાદમાં તેમનો કોવિડ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે, CJI NV રમણા અને અન્ય ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પરિસ્થિતિ પર એક બેઠક યોજી હતી. પ્રથમ પાંચ કોર્ટ અડધો કલાક મોડી બેઠી હતી.

દરમિયાન, મીટિંગમાં એક અભિપ્રાય બનાવવામાં આવ્યો હતો કે ઓમિક્રોન ચેપના સતત વધતા જોખમને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટમાં થોડા સમય માટે વર્ચ્યુઅલ સુનાવણી થવી જોઈએ. તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા કોર્ટે ફિઝિકલ સુનાવણી માટે અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને ગુરુવાર નક્કી કર્યા હતા. વર્ચ્યુઅલ સુનાવણી સોમવાર અને શુક્રવારે અને હાઇબ્રિડ મંગળવારે થતી હતી. હાલમાં, તે આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે.

Scroll to Top