વાંદરો બન્યો કાતિલ! દોઢ વર્ષના બાળકને પાણીમાં ડૂબાડી હત્યા કરી

ઉત્તર પ્રદેશના બાગપતના ગઢી કલંજરી ગામમાં ગત રાત્રિએ એક દોઢ મહિનાના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. બાળકના પરિવારજનોનો આરોપ છે કે વાંદરો તેમના બાળકને ઉપાડી ગયો અને પછી તેને પાણીથી ભરેલા ડ્રમમાં ફેંકી ભાગી ગયો હતો. જેના કારણે બાળકનું દર્દનાક મોત નિપજયુ હતુ.

ગ્રામજનોના કહેવું પ્રમાણે વાંદરાઓ અગાઉ પણ અનેકવાર ગ્રામજનો પર હુમલો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી વાંદરાઓને પકડવા માટે ટીમ મોકલવામાં આવી નથી. બાળકના મોતથી પરિવારજનો શોકમાં છે.

પ્રાપ્ત જાણાકારી અનુસાર, આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ ચાંદીનગર પોલીસ સ્ટેશનના ગઢી કલંજરી ગામમાં બની હતી. જ્યાં રાજકુમાર કસાનાનો દોઢ મહિનાનો પુત્ર કેશવ તેની દાદી ધર્મવતી સાથે રૂમમાં સૂતો હતો. ઘરમાં પ્રિન્સની પત્ની કોમલ અને ત્રણ બહેનો અને ભાભી પણ રૂમમાં સુતી હતી. પરિવારના જણાવ્યા અનુસાર બાળક 11 વાગ્યાની આસપાસ અચાનક ખાટલા પરથી ગાયબ થઈ ગયો હતો, જેના કારણે પરિવારના સભ્યોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન બધાએ બાળકને શોધવાનું શરૂ કર્યું હતુ.

બાળકના ગુમ થવા અંગે પરિવારે મંદિરમાં જાહેરાત કરી હતી. માહિતી મળતાં જ પ્રિન્સના ઘરે ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જાણાકારી મળતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને ગ્રામજનોએ 3 કલાક સુધી બાળકની શોધખોળ કરી હતી. આ દરમિયાન બાળક ઘરમાં જ પ્રાણીઓ માટે પાણી ભરેલા ડ્રમમાં મળી આવ્યું હતું. બાળકનું પાણીમાં ડૂબી જવાથી દર્દનાક મોત થયું હતું.

 

Scroll to Top