માતાજીના દર્શને જતા પરિવારને નડ્યો અકસ્માત, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

ખેડા જિલ્લાના વારસંગથી ઈકો ગાડીમાં માતજીના દર્શને જતા ઠાકોર પરિવારના સભ્યો માટે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ખેડા જિલ્લાના વારસંગથી ઈકો ગાડીમાં ઠાકોર પરિવારના સભ્યો બરવાળા ખાતે માતાજીનાં દર્શન માટે જતા હતા. તે દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે.

આજે વહેલી સવારે ધોળકા-બગોદરા હાઈવે પર ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં અજાણ્યા વાહને ઇકો કારને ટક્કર મારી હતી જેમા કરના કૂરચેકૂરચા થઇ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા અને બે પુરુષોના ઘટનાસ્થળે મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુસન્સ અને પોલીસ કાફલો હાઇવે પર દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીકજામ સર્જાયો હતો અને પોલીસે મહામહેનતે હાઇવે પર ટ્રાફીક વ્યવસ્થા ઠીક કરી હતી. ત્યાં જ 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

આમ આજે રવિવારનો દિવસ ઠાકોર પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો. જેમા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાના પગલે વારસંગ ગામે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

 

Scroll to Top