નવા વર્ષમાં પહેલી વાર દેશના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણીના રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ ના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ફરી એકવાર અબજોપતિઓના રેન્કિંગમાં 11મા ક્રમે આવી ગયા છે.
કેટલી સંપત્તિ છેઃ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 92.9 અબજ ડોલર છે અને તેમાં આગલા દિવસના સાપેક્ષમાં 988 મિલિયન ડોલરનો વધારો થયો છે. વાર્ષિક ધોરણે સંપત્તિમાં 2.92 અબજ ડોલરનો વધારો થયો છે. તેનો ફાયદો મુકેશ અંબાણીના રેન્કિંગમાં જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીનું રેન્કિંગ 11મા ક્રમે પહોંચી ગયું છે.
ગૌતમ અદાણી વધારે પાછળ ધકેલાયા: મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક અબજોપતિની ખુરશી પર સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી મોટા ધનિક ના સ્થાન પર છે. જોકે વિશ્વના અબજોપતિઓના રેન્કિંગમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચેનું અંતર ઘણું વધ્યું છે. ગૌતમ અદાણી હજુ પણ 13મા ક્રમે છે અને તેની પાસે 78.6 અબજ ડોલરની સંપત્તિ છે. આ બંને ભારતીય અબજોપતિઓ વચ્ચે ફ્રેન્કોઇસ બેટનકોર્ટ છે. ફ્રેન્કોઇસ બેટનકોર્ટ પાસે કુલ 91.9 અબજ ડોલરની સંપત્તિ છે અને તે 12મા ક્રમે છે.