પંજાબ ચૂંટણીથી પહેલા અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા કોંગ્રેસમાં સામેલ

સોનુ સૂદની બહેન માલવિકા સૂદે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સૂદની બહેન માલવિકા સૂદ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરીને પંજાબની ચૂંટણી લડશે. સોનુની બહેન માલવિકા સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. આ અવસર પર સોનુ સૂદ અને પંજાબ કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની હાજર હતા.

જોઇનિંગ પંજાબના મોગા જિલ્લામાં સૂદના નિવાસસ્થાને થયું હતું, જ્યાં અભિનેતાએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે તેની બહેન રાજકારણમાં જોડાશે.

માલવિકા સૂદના કોંગ્રેસમાં જોડાવાનો ઉલ્લેખ કરતાં સિદ્ધુએ કહ્યું કે, તેને ક્રિકેટની દુનિયામાં ગેમ ચેન્જર કહેવામાં આવે છે. “તે એક યુવા અને શિક્ષિત મહિલા છે અને સોફ્ટવેર એન્જિનિયર તરીકેનું તેણીનું શિક્ષણ તેણીના આગળના જીવનમાં મદદ કરશે,”

 

આ પ્રસંગે બોલતા માલવિકા સૂદે કહ્યું હતું કે તેણે પોતાની જાતને લોકોની સેવામાં સમર્પિત કરવા માટે રાજકીય પગલું ભર્યું છે. 38 વર્ષની માલવિકા સૂદ પંજાબના મોગા શહેરમાં સામાજિક સેવા કરી રહી છે. માલવિકાના પિતા અને માતા હવે આ દુનિયામાં નથી. માલવિકા પંજાબના મોગામાં કોચિંગ સેન્ટર ચલાવે છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફતમાં અંગ્રેજી શીખવે છે. તેણીના લગ્ન ગૌતમ સાચર સાથે થયા છે. માલવિકાએ કોવિડ લોકડાઉન દરમિયાન ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઈન ક્લાસ ચલાવ્યા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં સોનુ સૂદે જાહેરાત કરી હતી કે તેની બહેન ચૂંટણી લડશે પરંતુ તે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે તેણે મૌન સેવ્યું હતું. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 77 બેઠકો જીતીને રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવી હતી અને 10 વર્ષ પછી અકાલી-ભાજપ સરકારને હટાવી હતી. 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 20 બેઠકો જીતીને આમ આદમી પાર્ટી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિરોમણી અકાલી દળ (SAD) માત્ર 15 બેઠકો જીતવામાં સફળ રહી, જ્યારે ભાજપને 3 બેઠકો મળી.

Scroll to Top