રીતિક રોશનને ઘણી વખત વિશ્વના સૌથી સેક્સી એશિયન મેન તરીકે વોટ કરવામાં આવ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેની વિશાળ ફેન ફોલોઈંગ છે. હકીકતમાં, હોલિવૂડ અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુઅર્ટે પણ રીતિક રોશનની ફેન હોવાનું સ્વીકાર્યું હતું અને એક ઇન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડના આ હેન્ડસમ અભિનેતા સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ક્રિસ્ટને રીતિક વિશે શું કહ્યું?
બર્થડે બોય રીતિક રોશન તેના હેન્ડસમ લૂકને કારણે દરેકને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાણીતો છે. હવે આ અભિનેતાએ ક્રિસ્ટન સ્ટુઅર્ટને પણ પ્રભાવિત કરી છે. અને એ પણ એટલી હદે કે તેણે એકવાર ખુલાસો કર્યો હતો કે જો તેને એક દીકરો હોય તો તે ઈચ્છશે કે તે રીતિક જેવો દેખાય. ક્રિસ્ટને કહ્યું, “જો મને એક બાળક (દીકરો) હોય, તો હું ઈચ્છું છું કે તે રીતિક રોશન જેવો દેખાય, પરંતુ તેની આંખો રોબ (રોબર્ટ પેટિન્સન, તેના તે સમયના બોયફ્રેન્ડ) જેવી હોય.”
ક્રિસ્ટન સ્ટુઅર્ટે ગયા વર્ષે ડિલન મેયર સાથે સગાઈ કરી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, “જો કોઈ મને સારી સ્ક્રિપ્ટ ઓફર કરે તો મને બોલિવૂડની ફિલ્મમાં કામ કરવાનું ગમશે. મને રીતિક રોશન સાથે કામ કરવાનું ગમશે. તે એક અદ્ભુત અભિનેતા છે અને ખૂબ જ સારો દેખાય છે.”
આના પર શું હતી રીતિકની પ્રતિક્રિયા
રીતિકની આ પ્રશંસાએ તેનો મૂડ ચોક્કસ બનાવી દીધો હશે. રીતિકે 2013 માં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું હતું કે “જ્યારે મેં મારા આ વખાણ વાંચ્યા એ દિવસ મારી માટે ખરેખર એક તણાવપૂર્ણ દિવસ હતો, અને આ વાંચીને મારો દિવસ ને મૂડ બંને સારા થઇ ગયા. કોઈની પ્રશંસા કરવાની આ રીત ખૂબ જ સારી હતી. મને ઘણી હૂંફનો અનુભવ થયો.’ તેણે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
રીતિકની ફિલ્મો વિશે વાત કરી તો તેમની આગામી ફિલ્મ, વિક્રમ વેદાનો ફર્સ્ટ લુક આજે 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન દિગ્દર્શક જોડી પુષ્કર-ગાયત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલ ફિલ્મની રીમેક છે જેમાં આર માધવન, વિજય સેતુપતિ, શ્રદ્ધા શ્રીનાથ, કથીર અને વરલક્ષ્મી સરથકુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
વિક્રમ વેદાની વાર્તા પ્રાચીન લોકકથા બૈતાલ પચીસીથી પ્રેરિત છે. આમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, વિક્રમ, જે ગેંગસ્ટર વેદાને મારવા માટે મિશન શરૂ કરે છે. તે પોલીસને એવી વાર્તાઓ સંભળાવે છે જે તેની સારા અને ખરાબ વિશેની ધારણાઓને બદલી નાખે છે.