રામ મંદિર માટે વૃદ્ધ દંપતીએ બનાવ્યું 10 ફૂટ લાંબુ તાળું, વજન 400 કિલો

ઉત્તર પ્રદેશનું અલીગઢ તાળાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં રહેતા એક વૃદ્ધ દંપતીએ આવું તાળું બનાવ્યું છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કથિત રીતે, અલીગઢ જ્વાલાપુરીના રહેવાસી સત્યપ્રકાશે તેની પત્ની રૂકમણી સાથે મળીને વિશ્વનું સૌથી મોટું તાળું બનાવ્યું છે, જેની લંબાઈ 10 ફૂટ હોવાનું કહેવાય છે. અને સાથે જ એવપ એવો દાવો પણ કરવામાં આવ્યી રહ્યો છે કે તેનું વજનન 400 કિલો છે, જેને 30 કિલોની ચાવીથી ખોલી શકાય છે.

તેની કિંમત છે 2 લાખ રૂપિયા
‘અહેવાલ મુજબ, દંપતીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને સમર્પિત કરવા માટે આ વિશાળ તાળું બનાવ્યું છે. લગભગ 2 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ તાળાને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે, જેના પર રામદરબારનો આકાર પણ કોતરવામાં આવ્યો છે.

તાળું બનાવવા માટે વ્યાજ પર લીધા પૈસા
માહિતી મુજબ, 6 ઇંચ પહોળાઈનું આ તાળું લોખંડનું છે. તાળાનું કડુ 4 ફૂટનું છે. આ માટે બે ચાવીઓ તૈયાર કરવામાં આવી છે. 65 વર્ષીય સત્યપ્રકાશ મજૂરી પર તાળા તૈયાર કરે છે. તેમણે કહ્યું- આ કળાને પ્રોત્સાહન આપવા માટે સરકારની મદદની જરૂર છે. અત્યારે જે કામ હવે કર્યું છે, તેના માટે વ્યાજે પૈસા લઈને કામ કર્યું છે.

તાળામાં કરવાના છે ઘણા ફેરફારો
સત્યપ્રકાશે કહ્યું કે અયોધ્યા મોકલતા પહેલા આ તાળામાં ઘણા ફેરફાર કરવામાં આવશે. બોક્સ, લિવર, હૂડકાને પિત્તળથી બનાવવામાં આવશે. લોક પર સ્ટીલની સ્ક્રેપ સીટ લગાવવામાં આવશે, જેથી તેને કાટ ન લાગે. જો કે, આ માટે તેને વધુ પૈસાની જરૂર છે, જેના માટે તે લોકો પાસે મદદની આશા રાખી રહ્યો છે.

તાળાની ઝાંખી બનાવવા માંગે છે સત્યપ્રકાશ
સત્યપ્રકાશે વધુમાં કહ્યું કે તેઓ 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી પરેડમાં આના કરતા પણ મોટા તાળાની ઝાંખી બનાવવા માંગે છે. આ માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પત્રો પણ લખ્યા હતા. આટલું જ નહીં, તેઓ આ મામલે નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યા છે, અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા છે.

 

Scroll to Top