એક ક્ષણમાં જ ટ્રેને ઉડાવી દીધું નાના પ્લેનને, છેલ્લી ઘડીએ પોલીસે બચાવ્યો પાયલોટને

સોશિયલ મીડિયા પર તમે ઘણા હૃદયદ્રાવક વીડિયો જરૂર જોયા જ હશે, પરંતુ 10 જાન્યુઆરીએ અમેરિકામાં બનેલી ઘટના જોઈને ચોક્કસથી ચોંકી જશો, સાથે જ દિલ પણ ખુશ થશે કે સમયસર એક વ્યક્તિનો જીવ બચી ગયો. વાસ્તવમાં, આ વીડિયો લોસ એન્જલસ પોલીસ વિભાગના મુખ્યાલય દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 43 હજાર લોકોએ લાઈક કર્યો છે અને તેને 11 હજારથી વધુ વખત રીટ્વિટ કરવામાં આવ્યો છે.

લોસ એન્જલસ પોલીસ વિભાગે જે ઘટના અંગે ટ્વિટ કર્યું છે તે ઘટના ખરેખર કેલિફોર્નિયાની છે. ત્યાં જે ભયંકર અકસ્માત થયો તે જોઈને બધાની આંખો ફાટી ગઈ. જોકે પોલીસની સતર્કતાને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક પ્લેન કાબૂ બહાર થઈને રેલવે ટ્રેક પર પડી ગયું. જેના કારણે પ્લેનનો પાયલોટ એટલો ઘાયલ થયો હતો કે તે પોતે તેમાંથી બહાર પણ નીકળી શક્યો ન હતો.

પોલીસ વિભાગના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ત્યાં હાજર પોલીસ પ્લેનમાં ફસાયેલા પાયલટને વહેલી તકે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે પ્લેન પાટા વચ્ચે પડી ગયું હતું અને બીજા છેડેથી ટ્રેનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. પરંતુ પોલીસના પ્રયાસોને કારણે, ભયાનક અથડામણ થાય તે પહેલાં જ પાયલોટને બહાર કાઢી લેવામાં આવ્યો અને પ્લેનથી દૂર લઇ જવામાં આવ્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે આ વીડિયો તમને વિચલિત કરી શકે છે, જેથી નબળા હૃદયવાળા ન જુઓ અને પોતાની વિવેકબુદ્ધિથી કામ લો.

https://twitter.com/LAPDHQ/status/1480363436311670784

આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ અધિકારીઓને કહેતા સાંભળી શકાય છે, જાઓ, જાઓ, જાઓ. પાયલોટને બહાર કાઢ્યાની થોડીક સેકન્ડ બાદ ટ્રેને વિમાનને એટલી જોરથી ટક્કર મારી કે તેના ફૂરચેફૂરચા ઉડી ગયા. આ ઘટના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં વ્હાઈટમેન એરપોર્ટ પર રનવેની સમાંતર દોડતા રેલવે ટ્રેક પર બની હતી.

જે લોકો આ ટ્વિટ જોઈ રહ્યા છે તેઓ પોલીસકર્મીઓના જોરદાર વખાણ કરી રહ્યા છે. પાયલોટને બચાવનાર પોલીસકર્મીઓમાંના એક ક્રિસ્ટોફર એબાયટે જણાવ્યું કે તેમને વધુ વિચારવાની તક જ મળી નથી. એ સમય એવો નહોતો. તેણે કહ્યું કે એક પોલીસકર્મીએ તેને ચેતવણી આપી કે ટ્રેન નજીક આવી રહી છે અને પાયલટને ઝડપથી બહાર કાઢવાની જરૂર છે.

 

Scroll to Top