ગુજરાતમાં કોરોના ઠંડો પડ્યો…પણ અમદાવાદમાં ચિંતાજનક પરિસ્થિતિ

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 13,469 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,70,290 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

ગુજરાતમાં કોરોનાના 13,805 કેસની વાત કરીએ તો આજે કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ મોતના આંકડો આશ્ચર્યજનક રીતે વધ્યો છે અને 25ના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 4, 441  કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં નવા 1374  કેસ, વડોદરામાં 3255 , રાજકોટમાં  1149 કેસ, ગાંધીનગરમાં 473, ભાવનગરમાં 322 કેસ, જામનગરમાં 183, જૂનાગઢમાં 85 કેસ, કચ્છમાં 282, મોરબીમાં 267, પાટણમાં 242 કેસ, મહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસ, બનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસ, વલસાડમાં 141, સુરેન્દ્રનગરમાં 113 કેસ, અમરેલીમાં 109, ખેડામાં 89, પંચમહાલમાં 76 કેસ, નર્મદામાં 57, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45 કેસ, ગીર સોમનાથમાં 43, દાહોદમાં 39 કેસ, તાપીમાં 19, છોટા ઉદેપુર અને મહિસાગરમાં 17 – 17, અરવલ્લીમાં 14, દ્વારકામાં 7 કેસ, બોટાદમાં 6 અને ડાંગ 1 કેસ નોંધાયા છે.

Scroll to Top