આનંદ મહિન્દ્રાએ આપેલો વાયદો નિભાવ્યો: ભંગાર માંથી બનાવેલી જીપના બદલમાં આપી નવી નક્કોર બોલેરો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને ઘણીવાર જુગાડથી બનેલા વીડિયો શેર કરે છે અને જુગાડથી નવી વસ્તુઓ બનાવનારા લોકોના વખાણ કરે છે અને પ્રેરણા આપે છે. પરંતુ, આ વખતે આનંદ મહિન્દ્રા એક વ્યક્તિના જુગાડથી એટલો ખુશ થયો કે તેણે પોતાના જુગાડના બદલામાં તે વ્યક્તિને નવી કાર ગિફ્ટ કરી છે. જી હા, તમે વિચારતા હશો કે આનંદ મહિન્દ્રા આટલા ખુશ થવાનું કારણ શું છે?

તમને યાદ હશે કે થોડા અઠવાડિયા પહેલા આનંદ મહિન્દ્રાએ એક નાનકડી ક્લિપ શેર કરી હતી જેમાં મહારાષ્ટ્રના એક વ્યક્તિએ ભંગારનો ઉપયોગ કરીને ફોર વ્હીલર બનાવ્યું હતું. તેણે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો અને તેના જુગાડના બદલામાં તેને નવી બોલેરો આપવાનું વચન પણ આપ્યું હતું. હવે ઉદ્યોગપતિએ પોતાનું વચન પાળ્યું છે. તેમણે દત્તાત્રેય લોહાર અને તેના પરિવારની નવી કાર આપતી કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. જણાવી દઈએ કે દત્તાત્રેયએ પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે આ જુગાડુ કાર બનાવી હતી. અને તેને જંકમાંથી બનાવવા માટે 60,000 રૂપિયાનો ખર્ચ પણ થયો હતો.

આનંદ મહિન્દ્રાએ નવી કાર આપ્યા બાદ પરિવારની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, “ખુશી છે કે તેઓએ જીપના બદલામાં નવી બોલેરો આપવાની ઓફર સ્વીકારી લીધી છે. હવે આ જીપ મહિન્દ્રા રિસર્ચ વેલીમાં અન્ય કારની સાથે કલેક્શનનો ભાગ બનશે. ”

ગયા મહિને આનંદ મહિન્દ્રાએ મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહરની એક ક્લીપ જોઇ હતી જેમાં એ ઇન્ટરવ્યુ લઇ રહેલા એક વ્યક્તિને પોતાની કાર વિશે સમજાવતા દેખાયા હતા. તે ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે આ ક્લિપ ટ્વિટર પર શેર કરી હતી.

Scroll to Top