ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવી. જુઓ ક્યારેય નહીં જોઈ હોય એવી ભારતના યુદ્ધ જહાજોની આકાશી ઉડાનની ઝલક….
#WATCH The cockpit view of the Rudra formation led by Col Sudipto Chaki of 301 Army Aviation Special Operations Sqn with National Flag comprising two Dhruv helicopters and two ALH Rudra Helicopters#RepublicDayParade
(Video source: Ministry of Defence) pic.twitter.com/2Hac9YbPqb
— ANI (@ANI) January 26, 2022
આ વખતે પ્રજાસત્તાક દિવસ પર ભારતીય વાયુસેનાના 75 લડાકુ વિમાનોએ ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડાકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ/હેલિકોપ્ટર રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરી હતી.
#WATCH Amrit formation comprising 17 Jaguar aircraft make a figure of 75 on #RepublicDay
(Source: Ministry of Defence) pic.twitter.com/caNQTnNHoK
— ANI (@ANI) January 26, 2022
પ્રથમ વખત, પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઇ અને 15 ફૂટ ઊંચાઇના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવ્યાં. પ્રેક્ષકો ફ્લાય પાસ્ટ અને પરેડ નિહાળી શકે તે માટે 10 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી. રાજપથ પર જોવા મળી સશક્ત ભારતની અદભુત તસવીર.