સંધ્યા મુખર્જીએ પદ્મ શ્રી પુરસ્કાર સ્વીકારવાની ના પડી દીધી, કલાકારે કહ્યું આ ઉંમરે હવે….

73માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત સરકારે પદ્મ અને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરી હતી. જેમાં કલા, રમત-ગમત, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હસ્તીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિનેમાની પ્રસિદ્ધ અને દિગ્ગજ ગાયિકા હિન્દી સંધ્યા મુખર્જી ઉર્ફ સંધ્યા મુખોપાધ્યાયને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

સંધ્યા મુખર્જી 90 વર્ષની છે અને જાણીતી સિંગર છે. તેમણે એસ ડી બર્મન, અનિલ બિસ્વાસ, મદન મોહન, રોશન અને સલિલ ચૌધરી સહિત ઘણા મ્યુઝિક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું હતું અને તેમના માટે ગીતો ગાયા હતા. રિપોર્ટ અનુસાર સંધ્યા મુખર્જીની દીકરી સૌમી સેનગુપ્તાએ કહ્યું છે કે તેની માતાએ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે. તે હવે તેને પોતાનું અપમાન સમજે છે.

સૌમી સેનગુપ્તાના જણાવ્યા અનુસાર સંધ્યા મુખર્જીએ દિલ્હીથી ફોન કરનાર વરિષ્ઠ અધિકારીને જણાવ્યું છે કે તેઓ ગણતંત્ર દિવસના સન્માનની યાદીમાં પદ્મશ્રીથી નવાજવા માટે તૈયાર નથી. સૌમી સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, “90 વર્ષની ઉંમરે આઠ દાયકાથી વધુની ગાયકીની કારકિર્દી બાદ પદ્મશ્રી માટે પસંદગી થવી તેમના માટે અપમાનજનક છે. આ સાથે જ સૌમી સેનગુપ્તાએ પણ અપીલ કરી છે કે સંધ્યા મુખર્જીના પદ્મશ્રી એવોર્ડને ન સ્વીકારવાની બાબતે ને રાજનીતિક વળાંક ન આપે.

“પદ્મશ્રી એક જુનિયર કલાકાર માટે વધુ લાયક છે, ગીતાશ્રી સંધ્યા મુખોપાધ્યાય માટે નહીં. તેના પરિવાર અને તેના ચાહકોને પણ એવું જ લાગે છે. તેને રાજકીય રૂપ પણ ન આપો. તે કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર છે. તેથી કૃપા કરીને આમાં કોઈ પણ પ્રકારનું રાજકીય કારણ શોધવાનો પ્રયાસ કરશો નહીં. તે એકદમ અપમાનજનક લાગે છે.”

 

 

Scroll to Top