ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી તાજેતરમાં જ પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇ ચર્ચામાં છે. ખરેખરમાં શ્વેતા તિવારીની નવી વેબ સિરીઝ ‘શો સ્ટોપર – મીટ ધ બ્રા ફિટર’ તાજેતરમાં ભોપાલમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઈવેન્ટ દરમિયાન જ શ્વેતા તિવારીએ કહ્યું હતું કે, ‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે’, જોકે શ્વેતા તિવારીએ આ વાત કંઈક ફની અંદાજમાં કહી હતી પરંતુ હવે શ્વેતા તિવારી પોતાના નિવેદનના કારણે મોટા વિવાદોમાં ફસાઈ ગઈ છે.
માત્ર આટલું જ નહીં શ્વેતા તિવારી વિરુદ્ધ કલમ 295A હેઠળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેસ નોંધાતાની સાથે જ શ્વેતા તિવારીનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે.
શ્વેતાનું સત્તાવાર નિવેદન સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
શ્વેતા તિવારીએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે, ‘મારા એક નિવેદનને સંદર્ભની બહાર લેવામાં આવ્યું છે અને ગેરસમજ કરવામાં આવી છે. મારૂં નિવેદન ‘ભગવાન’ના સંદર્ભમાંનું નિવેદન સૌરભ રાજ જૈનની દેવતાની લોકપ્રિય ભૂમિકાના સંદર્ભમાં હતું. લોકો પાત્રોના નામ અભિનેતાઓ સાથે જોડે છે અને તેથી મેં મીડિયા સાથેની મારી વાતચીત દરમિયાન તેનો ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો હતો.
શ્વેતાએ તેના નિવેદનમાં આગળ કહ્યું, ‘જો કે, તેને સંપૂર્ણપણે ગેરસમજ કરવામાં આવી છે જે જોઈને દુઃખ થાય છે. એક વ્યક્તિ કે જે પોતે ‘ઈશ્વર’માં કટ્ટર આસ્થાવાન રહી છે, એવી કોઈ રીત નથી કે હું જાણી જોઈને કે અજાણતાં, સામાન્ય રીતે લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈપણ કહું કે કરું. જો કે, મને સમજાયું છે કે જ્યારે તેને સંદર્ભની બહાર લેવામાં આવે છે, ત્યારે તે અજાણતાં લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કૃપા કરીને ખાતરી રાખો કે મારા શબ્દો અથવા કાર્યોથી કોઈને દુઃખ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નથી. મારા નિવેદનથી અજાણતાં ઘણા લોકોને જે ઠેસ પહોંચી છે તે બદલ હું નમ્રતાપૂર્વક ક્ષમા માગું છું.