ભરવાડ યુવકની હત્યા માટે મૌલવીએ રિવોલ્વર આપી હતી, ગુજરાત સરકાર એક્શનમાં આવી

રાજ્યમાં ચોરી લૂટફાટ મારામારીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ધંધૂકામાં ધોળા દિવસે બાઈક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેને લઇ શહેરમાં અફરાતફરીની સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસ ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.

જ્યારે પોલીસ અધિકારી મુજબ મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતો. તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.

વધુમાં ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે તો પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Scroll to Top