જુઓ વીડિયો| કિશનના સમર્થનમાં ભેગા થયેલા ટોળા પાછળ PI ગન કાઢીને દોડ્યા, લાલ દંડાથી દેખાવકારોને ફટકાર્યા,

ગુજરાતના ધંધુકામાં થયેલ હત્યાનો ભોગ બનેલ યુવાન કિશન ભરવાડના સમર્થન માં સોમવારે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો સાથે રેલીઓ યોજાઈ હતી. અન્ય શહેરો સાથે રાજકોટમાં પણ માલધારી તેમજ હિન્દુ સંગઠનોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનોને અટકાવવા માટે પીલીસને લાઠીચાર્જ નો સહારો લેવો પડ્યો હતો.

ભેગા થયેલા ટોળા પર પોલીસ લાઠીચાર્જ કરતાં અમુક યુવાનો ઘાયલ થયા હતા અને ઘણા બધા લોકો પોતાના વાહનો સ્થળ પર છોડી ને જ ભાગી ગયા હતા. કિશનની હત્યાના વિરોધ કરવા એકઠા થયેલા દેખાવકારોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ સાથે નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટના દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ ગઢવીએ બંધુક કાઢી હતી અને દેખાવકારોની પાછળ દોડ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે, પી.આઈ. ગઢવી એક હાથમાં ગન અને બીજા હાથમાં લાલ રંગનો દંડો લઈને દેખાવકારો પાછળ દોડી રહ્યા છે.

પી.આઈ. ગઢવીની દેખાવકારો સાથે ઝપાઝપી પણ થઈ હતી. પી.આઈ. ગઢવીએ એક યુવકને હાથથી ઝાપટ મારી હતી. પી. આઈ. ગઢવીએ હાથમાં ગન અને બીજા હાથમાં દંડો લઈને યુવકોને દંડાથી ફટકાર્યા હતા. પોલીસને આ રીતે રિવોલ્વર સાથે દોડતા જોઈને દેખાવકારોમાં અફડાતફડી મચી ગઈ હતી.

Scroll to Top