આજકાલ ટીવી સિરિયલ ‘અનુપમા’ ના દર્શકો નિ સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આ ની સ્ટોરી લોકો ને ખુબજ પસંદ આવી છે. સિરિયલમાં ‘અનુપમા’નો રોલ રૂપાલી ગાંગુલી કરી રહી છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલીના પર્ફોર્મન્સના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે. દમદાર પર્ફોર્મન્સને કારણે રૂપાલી હવે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ બની ગઈ છે.
એક નામાંકિત ન્યુસપોર્ટલ ના રિપોર્ટ પ્રમાણે, રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. ઘણા વાંચકો ને ખબર જ હશે કે અત્યાર સુધી ટીવી ઈતિહાસમાં ટીવી એક્ટર રામ કપૂર તથા રોનિત રોયની ફી સૌથી વધારે હતી. આ બંને કલાકારો દોઢથી બે લાખની વચ્ચે ફી લેતા હતા. જોકે, રૂપાલીએ આ બંને કલાકારોને ફીમાં પછાડ્યા છે.
‘અનુપમા’ સિરિયલ ફેમસ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલીએ પોતાની ફીમાં વધારો કર્યો છે અને તે રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે. આ ઉપરાંત સિરિયલના અન્ય કેરેક્ટર ની વાત કરીએ તો સુધાંશુ પાંડેએ વનરાજ શાહનો રોલ પ્લે કર્યો છે અને ગૌરવ ખન્ના ‘અનુજ કાપડિયા’ની ભૂમિકામાં છે અને આ બંને એક્ટર્સને રોજના દોઢ-દોઢ લાખ રૂપિયા આપવામાં છે.
આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના ઉપરાંત અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ, અનેરી વજાની, મદાલસા શર્મા, પારસ કલનાવત, નિધિ શાહ જેવા કલાકારો છે.