બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પણ પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. નુસરત જહાં વર્ષ 2021માં તેના પતિ નિખિલ જૈનથી અલગ થઈ ગઈ હતી, ત્યારબાદ તેની પ્રેગ્નન્સીની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ બધાના કારણે નુસરત જહાંને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે. જો કે નુસરત જહાં આ બધાથી પરેશાન નથી, અને તે તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં જ નુસરત જહાંનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો જોયા બાદ ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. તાજેતરમાં, નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો શેર કર્યો છે, તેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. નુસરત જહાંના આ ગ્લેમરસ વીડિયોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. વીડિયોમાં નુસરત જહાં ગુલાબી ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેરીને ડાન્સ કરતી જોઈ શકાય છે.
View this post on Instagram
આ વીડિયોમાં તે કેમેરાની સામે ડ્રેસ ચેન્જ કરે છે અને સફેદ ડ્રેસ પહેરે છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરતની આ કિલર સ્ટાઇલ જોયા બાદ ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. વીડિયો શેર કરતાં નુસરતે કેપ્શનમાં તેને થ્રોબેક ગણાવ્યો છે. આ સાથે તેણે એ પણ લખ્યું છે કે તે શૂટ માટે અલગ-અલગ આઉટફિટ્સ અજમાવવામાં વ્યસ્ત હતી. નુસરત જહાંના વીડિયોને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.