અમદાવાદની એક વિશેષ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે તે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતોને સજાની માત્રા અંગે નિર્ણય લેવા માટે 11 ફેબ્રુઆરીથી દલીલોની સુનાવણી શરૂ કરશે. બચાવ પક્ષના વકીલે કોર્ટને કેસની વધુ સુનાવણી પહેલા દસ્તાવેજો એકત્ર કરવા માટે થોડો સમય આપવા વિનંતી કર્યા બાદ સુનાવણી બુધવારે મુલતવી રાખવામાં આવી હતી.
અહીંની કોર્ટે મંગળવારે આ કેસમાં 49 લોકોને દોષિત ઠેરવ્યા છે. આ વિસ્ફોટોમાં કુલ 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. જજ એ.આર. પટેલે ગુજરાતના સૌથી મોટા શહેરમાં ઓછામાં ઓછા 20 શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી 28 લોકોને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદો ઘાતક વિસ્ફોટોના 13 વર્ષ બાદ આવ્યો છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત પટેલે જણાવ્યું હતું કે બચાવ પક્ષના વકીલે બુધવારે કોર્ટમાં અરજી દાખલ કરીને સજાની સુનાવણી પહેલા દોષિતો સાથે સંબંધિત દસ્તાવેજો એકત્રિત કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. બચાવ પક્ષ આરોગ્ય અને તબીબી દસ્તાવેજો અને શૈક્ષણિક લાયકાત જેવા વિવિધ દસ્તાવેજોનો ઉપયોગ કરશે, જેથી તે ગુનેગારોને ઓછામાં ઓછી સજા મળે તે માટે તેનો કેસ મજબૂત કરી શકે.
પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોર્ટે તેમને આવતીકાલ સુધીનો સમય આપ્યો છે અને શુક્રવારે આ મામલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.” આ દરમિયાન કોર્ટ દોષિતો અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળશે અને પછી સજાની માત્રા અંગે નિર્ણય કરશે.
દોષિતોને મૃત્યુદંડ અથવા આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે અને ફરિયાદી પક્ષ દોષિતોને મહત્તમ સજા અપાવવાનો પ્રયાસ કરશે. અન્ય એક વિશેષ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કોર્ટે બચાવ પક્ષના વકીલને બુધવાર સાંજ સુધીમાં આ કેદીઓને જે જેલોમાંથી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યા આ કેદીઓને રાખવામાં આવ્યા છે. કોર્ટે જેલ સત્તાધીશોને પણ તેમને મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “બચાવ પક્ષના વકીલે એવી દલીલ કરતાં સમય માંગ્યો હતો કે તેઓ કોવિડ-19ને કારણે તેમના મુવક્કીલ સાથે સંપર્ક કરી શક્યા નથી. કોર્ટે કહ્યું કે વકીલોએ આ મામલે તેમની દલીલો રજૂ કરી છે અને તેમની પાસે સંબંધિત દસ્તાવેજોની જાણકારી છે, પરંતુ ન્યાયના હિતમાં તેમને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.”
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના રોજ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં 70 મિનિટમાં થયેલા 20 બ્લાસ્ટમાં 56 લોકો માર્યા ગયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે હિઝબુલ મુજાહિદ્દીન અને પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) ના કટ્ટરપંથી જૂથ સાથે જોડાયેલા લોકો વિસ્ફોટોમાં સામેલ હતા. પોલીસે આરોપ લગાવ્યો હતો કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ ગોધરા ઘટના બાદ ગુજરાતમાં 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટોની યોજના બનાવી હતી. આ રમખાણોમાં લઘુમતી સમુદાયના ઘણા લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા હતા, ત્યારબાદ અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. કોર્ટે તમામ 35 FIRને ભેગી કર્યા બાદ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો.