પાકિસ્તાન મેડિકલ કોલેજમાં Valentines Day માટે ખાસ ડ્રેસ કોડ, સાથે જ પાળવા પડશે આ નિયમો પણ!

પાકિસ્તાનની રાજધાનીમાં એક મેડિકલ કોલેજે ‘વેલેન્ટાઈન ડે’ પર તેના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકાઓમાં, છોકરીઓને હિજાબ પહેરવા અને છોકરાઓને છોકરીઓથી બે મીટરનું અંતર જાળવવા અને સફેદ નમાઝી કેપ પહેરવાનું કહેવામાં આવ્યું છે. એક અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.

એક અખબારી અનુસાર, ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજે શનિવારે એક પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓને ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી કરવા અને તેની સાથે જોડાયેલી પ્રવૃતિઓ, કે જે યુવાનોને ખોટા રસ્તે લઇ જાય છે, એમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી હતી.

યુનિવર્સિટીના ડ્રેસ કોડનું પાલન કરવા કહ્યું
પરિપત્રમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ડ્રેસ કોડ મુજબ તમામ વિદ્યાર્થિનીઓનું માથું, ગરદન અને છાતી સારી રીતે હિજાબથી ઢંકાયેલ હોવા જોઈએ. તમામ વિદ્યાર્થીઓને નમાઝની સફેદ ટોપી પહેરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને ચેતવણી
પરિપત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે કોલેજના સ્ટાફ સભ્યો કેમ્પસમાં પેટ્રોલિંગ કરશે. કોલેજના પરિપત્રને ટાંકીને સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવામાં આવશે.

કૉલેજની સ્થાપના 1996માં કરવામાં આવી હતી, અને તે રિફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જોડાયેલી મેડિકલ સ્કૂલ છે. ‘વેલેન્ટાઈન ડે’ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

Scroll to Top