કેટલાક લોકો પર એવો આશાર્વાદ હોય છે ને કે તેઓની ઉંમર ભલે ગમે એટલી થઈ જાય પણ સમયની સાથે તેમની સુંદરતામાં એક ટકા પણ ઘટાડો થતો નથી. આ જ વાત ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની માટે કહી શકાય, જે 30 પ્લસ હોવા છતાં, યુવાન છોકરીઓને ટક્કર આપે છે. આ વખતે, આ કરોડપતિ પરિવારમાંથી આવતી અભિનેત્રી એવા કપડામાં જોવા મળી હતી, કે જેને જોયા પછી વિશ્વાસ નહીં આવે કે તે એક ટીનેજ દીકરાની મમ્મી છે.
દિવ્યા ખોસલા કુમાર આ વખતે મુંબઈ એરપોર્ટ પર કોટનના મિડી ડ્રેસમાં જોવા મળી હતી, જે મુંબઈના હવામાન પ્રમાણે એકદમ યોગ્ય પસંદગી હતી.
ડ્રેસની બીજી ખાસ વિશેષતા તેની પ્રિન્ટ હતી, જે ગુલાબી, નારંગી, પીળો, લીલો અને વાદળી કોમ્બિનેશનનો હતો. આ એકસાથે ચેકર્ડ શેપ ક્રિયેટ કરતુ હતું.
દિવ્યાએ તેની સાથે ઓફ-વ્હાઈટ શોલ્ડર બેગ લીધી હતી. આ પર્સની કિંમત લગભગ 1,33,523 રૂપિયા છે.
કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને તેને આ કલરફુલ ડ્રેસની સાથે પગમાં સફેદ શૂઝ પહેર્યા, જેમાં તે ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી.
અભિનેત્રીએ તેના ચહેરા પર મિનિમલ મેકઅપ કર્યો હતો, જેનાથી તેની કુદરતી સુંદરતા બહાર આવતી હતી. સાથે તેને વાળને પણ સિમ્પલ જ બાંધ્યા હતા.
આ ડ્રેસમાં દિવ્યા 25 વર્ષની છોકરી જેવી લાગી રહી હતી. તેને જોઈને લાગતું જ ન હતું કે તે પત્ની, પુત્રવધૂ અને એક બાળકની મમ્મી છે.